હિતલ પારેખ/ગાંધીનગર :કોરોનાકાળમાં અનેક ભરતીઓ અને બદલીઓ અટકી પડી હતી. પરંતુ હવે લાંબા સમય બાદ સરકારે બદલીઓ શરૂ કરી છે. ગુજરાતમાં કોરોના કાળ વચ્ચે 9 આઈએએસ (IAS) અધિકારીઓની બદલી કરાઈ છે. 


  • સાબરકાંઠા કલેક્ટર તરીકે એચકે કોયાની નિમણૂંક કરાઈ 

  • એએમ શર્માને ડાંગ આહવા કલેક્ટર તરીકે નિમાયા છે

  • ડીએસ ગઢવીને સુરત ડીડીઓ તરીકે બદલી અપાઈ

  • કે એલ બચાણી ડીડીઓ ખેડા તરીકે બદલી

  • ડીડી કાપડીયા વ્યારા ડીડીઓ તરીકે બદલી

  • કેડી લાખાણીની મહિસાગર ડીડીઓ તરીકે બદલી કરાઈ

  • પી ડી પલસાણા ને ડીડીઓ નર્મદા તરીકે બદલી કરાઈ

  • એ બી રાઠોડને પંચમહાલ ડીડીઓ તરીકે બદલી

  • રવિંદ્ર ખતાલેની ડીડીઓ ગીર સોમનાથ તરીકે બદલી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : ત્રીજી લહેરને પહોંચી વળવા ગુજરાત સરકારના પ્લાનિંગ વિશે જાણો શું કહ્યું સીએમ રૂપાણીએ... 


વધુ બદલીઓ થાય તેવી શક્યતા 
રાજ્યમાં લાંબા સમય બાદ 9 આઈએએસ ઓફિસરની બદલી કરવામાં આવી છે. કોરોનાના કારણે આઈએએસ અધિકારીઓની બદલીઓ અટકી પડી હતી. લાંબા સમય પછી ગુજરાતમાં સરકારી અધિકારીઓનો બદલીઓનો દોર શરૂ થયો છે. જો કોરોનાની પરિસ્થિતિ થાળે પડશે તો ફરીથી મોટાપાયે બદલી શરૂ કરવામાં આવશે તેવુ કહી શકાય છે. કલેક્ટર અને ડીડીઓ બાદ હવે સચિવાલયના સુધીના ઉચ્ચ અધિકારીઓની બદલી પણ થાય તેવી શક્યતા છે.  


આ પણ વાંચો : ગુજરાતના નવા સંકટનો સામનો કેવી રીતે કરશે રૂપાણી સરકાર, સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઈકોસિસના 659 કેસ 


સાબરકાંઠા જિલ્લાને નવા કલેક્ટર મળ્નીયા છે. એચ.કે કોયા સાબરકાંઠાના નવા કલેક્ટર નિમાયા છે. સુરતના ડીડીઓ એચ.કે કોયાનું પ્રમોશન થતા તેમને સાબરકાંઠાના કલેક્ટર તરીકે મૂકાયા છે. પાંચ મહિનાથી સાબરકાંઠા જિલ્લો ઇન્ચાર્જ  કલેક્ટર અંતર્ગત કામગીરી કરતો હતો.