ઝી બ્યુરો/ગાંધીનગર: અમદાવાદમાં એક જ દિવસમાં પોલીસ વિભાગમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. પોલીસ તંત્રમાં બદલીનો ગંજીફો ચીપાયો છે. અમદાવાદમાં એક સાથે 1124 પોલીસ કર્મચારીઓની બદલીથી સમગ્ર બેડામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અમદાવાદના પોલીસ તંત્રમાં ધરખમ ફેરફારોથી કોઈની દિવાળી સુધરી ગઈ છે તો કોઈની ખરાબ થઈ છે. અમદાવાદમાં એક જ પોલીસ સ્ટેશનમાં 7 વર્ષથી ચીટકી રહેલા પોલીસ કર્મચારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે. પોલીસ તંત્રના ઇતિહાસમાં એક સાથે 1124 પોલીસ કર્મચારીઓની બદલી કરાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલીકે આજે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં 1100થી વધુ પોલીસ કર્મચારીઓની બદલી કરી છે. ખાસ કરીને ઘણા પોલીસ કર્મચારીઓ પોતાની બદલીની રાહ જોઈ રહ્યા હતા તેઓની દિવાળી સુધરી ગઈ છે. તો ઘણા એવા પોલીસ કર્મચારી હતા, જે જમાવીને બેઠા હતા, તેઓની દિવાળી બગડી છે. આમ જોવા જઈએ તો શહેરના મોટાભાગના તમામ પોલીસ સ્ટેશનમાં પ્રથમ તબક્કામાં બદલી કરવામાં આવી છે અને આવનારા સમયમાં હજી વધુ બદલી કરવામાં આવશે તે નક્કી છે.



મહત્વનું છે કે, લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ પોલીસ વિભાગમાં મોટી હલચલ દેખાઈ રહી છે. દરરોજ પોલીસ વિભાગમાં બદલી અને પ્રમોશન આપવામાં આવી રહ્યા છે. ત્યારે થોડા દિવસોથી PSI,PI અને હવે પોલીસ કર્મચારીઓમાં બદલીનો ગંજીપો ચીપાતા ખળભળાટ મચી ગયો છે. પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા શહેરમાં એક સાથે 1124 પોલીસ કર્મચારીઓની બદલી કરાઈ છે. આ બદલીઓમાં કોન્સ્ટેબલ, હેડ કોસ્ટેબલ અને એએસઆઈની મોટાપાયે બદલીઓ કરવામાં આવી છે.


પોલીસ તંત્રના ઇતિહાસમાં એક સાથે આ 1124 પોલીસ કર્મચારીઓની બદલી કરાઈ?