ગોસ્વામી ગેંગનું જેલમાંથી ચાલતા ખંડણીના નેટવર્કનાં પર્દાફાશ બાદ સેન્ટ્રલ જેલના 2 જેલરની બદલી
ક્રાઈમ બ્રાંચે રાજ્યમાં ગુજસીટોક હેઠળ પહેલી ફરિયાદ વિશાલ ગોસ્વામી અને તેના ગેંગ સામે કરી આરોપીઓની પુછપરછ શરુ કરી દેવામાં આવી છે.
મૌલિક ધામેચા/ અમદાવાદ: ક્રાઈમ બ્રાંચે રાજ્યમાં ગુજસીટોક હેઠળ પહેલી ફરિયાદ વિશાલ ગોસ્વામી અને તેના ગેંગ સામે કરી આરોપીઓની પુછપરછ શરુ કરી દેવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે વિશાલ ગોસ્વામી જેલમાંથી બેઠો-બેઠો કોડવર્ડ દ્રારા ખંડણીનુ નેટવર્ક ચલાવી રહ્યો હતો. અખબારમાં જોઈ વેપારીઓને ટાર્ગેટ કરતો હોવાનુ પણ સામે આવ્યુ છે.અમદાવાદ ક્રાઈમ બ્રાંચે વિશાલ ગોસ્વામી,રિંકુ ગોસ્વામી,બિજેન્દ્ર સહિત સાત લોકો સામે ફરિયાદ દાખલ કરી 4 લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસે વિશાલ ગોસ્વામીને જેલમાંથી બહાર લાવી તપાસની તૈયારીઓ પણ કરી દીધી છે.
અમદાવાદ: AMCની એક્શન ગંદકી કરનારા એકમોને 25000 સુધીનો દંડ, 100 દુકાન સીલ
ટુંક સમયમાં આરોપીને જેલમાંથી બહાર લાવી તપાસ કરશે. વિશાલ ગોસ્વામીએ ખંડણી ના રુપિયાથી જે મિલકત વસાવી છે તેને ટાંચમાં લેવા પણ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનુ સામે આવી રહ્યુ છે. નોંધનીય છે કે પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે વિશાલ ગોસ્વામી જેલમાંથી છાપા વાંચીને જે વેપારીઓ જાહેરાત આપે છે તે લોકો ફોન કરતો હતો. તેના સીમ કાર્ડ એક તેના સગાના નામે છે તો અન્ય ડમી કાર્ડ હોવાનુ સામે આવ્યુ છે.
રાજકોટ: PSI ચાવડા સાપરાધ મનુષ્યવધનો ગુનો, ન્યાયની ખાતરી બાદ મૃતદેહ સ્વિકાર
આરોપી વિશાલ જેલમાંથી પોતાના ભાઈ બિજેન્દ્ર સાથે કોડવર્ડનો ઉપયોગ કરતો હતો અને ખંડણી માટે તે ચોકલેટ અને શબ્જી જેવા શબ્દોને ઉપયોગ કરી પોતાનુ સામ્રાજ્ય ચલાવી રહ્યો હતો. પોલીસનુ કહેવુ છે કે આ સિવાય અન્ય જે પણ આરોપીઓ સામેલ હશે તેની સામે IPC 387 હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે વિશાલ ગોસ્વામી સુધી પહોંચવા પોલીસે તે ગુપ્ત માહિતી મળી હતી અને તે સિવાય એક વેપારીએ પણ પોલીસને અરજી આપી હતી. પોલીસે બન્ને નંબરો ચેક કરતા ખ્યાલ આવી ગયો કે જેલમાંથી આ નેટવર્ક ચાલી રહ્યુ છે. હવે પોલીસ વિશાલને જેલમાંથી બહાર લાવી પુછપરછ કરશે અને જેની તપાસમાં અત્યાર સુધી કેટલા વેપારીઓને ટાર્ગેટ કર્યા છે તેનો ખુલાસો થઈ શકે છે.
AMC ની મુલાકાતે આવનારા નાગરિકોએ પણ ચુકવવી પડી શકે છે પાર્કિંગ ફી
સાબરમતી સેન્ટ્રલ જેલમાં બદલીઓ
સાબરમતી સેન્ટ્ર ઝેલમાંથી વિશાલ ગોસ્વામી ખંડણીનું નેટવર્ક ચલાવતો હોવાનો ખુલાસો થતાની સાથે જ જેલનાં સિક્યુરિટી જેલરની બદલી કરવામાં આવી છે. જ્યારે એક જેલરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અંગે માહિતી આપતા જેલનાં વડા ડૉ. કે.એલ એન રાવે કહ્યું કે, જેલમાંથી ચાલતા ખંડણીના નેટવર્ક અંગે DIGને તપાસ સોંપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube