ચેતન પટેલ/સુરત: શહેરમાં એક બાજુ પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા જાળવવા માટે અનેક પ્રયાસો કરી રહી છે, ગુનેગારો, અસામાજિક તત્વો પર લગામ લગાવવા કાર્યવાહી કરી પાસામાં ધકેલી રહી છે. બીજી બાજુ અસામાજિક તત્વો બેફામ બની રહ્યા હોય તેવું શહેરમાં એક પછી એક બની રહેલા હત્યાના બનાવોને જોઈને લાગી રહ્યું છે. ત્યારે વધુ એક હત્યાનો બનાવ ઉમરવાડા વિસ્તારમાં બન્યો હતો. જેમાં બુધવારે સવારે એક કિન્નરની તેના પ્રેમીએ ચપ્પુના અનેક ઘા ઝીંકી હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવેશમાં આવી પ્રેમીએ કિન્નરની કરપીણ હત્યા કરી 
હત્યાના પગલે સલાબતપુરા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ઘટના માં પોલીસે ગણતરીના સમયમાં જ હત્યારા પ્રેમીને ઝડપી પાડ્યો હતો. પ્રેમી મૃતક કીન્નને છોડવા માંગતો હતો પરંતુ સ્કીનર છેલ્લા ત્રણ દિવસથી તેના ઘરે રહેતી હતી અને તેને પોતાના ઘરે લઈ જવા માટે દબાણ પણ કરતી હતી જેથી આવેશમાં આવી જઈ પ્રેમીએ કિનનરની કરપીણ હત્યા કરી નાખી હતી. 


કિન્નર સંજના કુવરની પ્રેમી કિશન કુમાર જેઠવા સાથે હતા સંબંધ
શહેરના સલાબતપુરાના ઉંમરવાડામાં રહેતા કિન્નર સંજના કુવરની તેના પ્રેમી કિશન કુમાર જેઠવા એ ચપ્પુના અનેક ઘા ઝીંકી ક્રુરતાથી હત્યા કરી હતી હત્યાના કારણે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. હત્યાના બનાવ અંગેની જાણ સલાબતપુરા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી અને કિન્નરના મૃતદેહને પોસ્ટ માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.


બન્ને પતિ પત્નીને જેમ રહેતા હતા!
પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પ્રેમી કિશન કુમાર જેઠવાની અટક કરી પુછપરછ શરૂ કરી છે. વધુમાં પોલીસ સૂત્રોએ મરનાર સંજના કુંવર અને આરોપી કિશન કુમાર જેઠવા વચ્ચે લાંબા સમયથી અફેર હતું. કિન્નરનું રહેવાનું વરિયાવી બજાર ખાતે હતું, પરંતુ બે દિવસથી તે પોતાના પ્રેમી સાથે ઉમરવાડા ખાતે રહેતી હતી, બંને પતિ પત્નીને જેમ રહેતા હતા. જો કે છેલ્લા ઘણાં સમયથી આરોપી કિશન કુમાર જેઠવા, કિન્નર સંજના કુંવરથી પીછો છોડાવવા માંગતો હતો, પરંતુ તે તેનો પીછો છોડતો નહીં હતો. 


માતાની સામે જ સજના કુંવરનું ઢીમ ઢાળી દીધું
જેથી બુધવારે સવારે આરોપીએ તેની માતાની સામે જ સજના કુંવરનું ઢીમ ઢાળી દીધું હતું. આ ઉપરાંત માતાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે કિસને શોધતા શોધતા કિન્નર સંજના કુવર તેના ઘરે પહોંચી હતી સંજના કિશનને પોતાની સાથે લઈ જવા માટે દબાણ કરતી હતી કિશન સાથે નહીં આવશે તો તેના સમાજના લોકો તેને જાનથી મારી નાખશે તેવી ધમકી આપતી હતી જે બાદ બંને સમાધાન કરી રાત્રે સુઈ પણ ગયા હતા ફરી સવારે ઊંટ અને સાથે જ કિન્નર સંજના કુવારે કિશનને પોતાની સાથે આવવા માટે દબાણ કર્યું હતું. જેથી ગુસ્સામાં આવી જઈ કિસને કિન્નર સંજના કુંવરનું ઢીમ ઢાળી દીધું હતું. 


કિશન સજના સાથે છેલ્લા 13 વર્ષથી સાથે રહેતો
ઉલ્લેખનીય છે કે કિશન અને સજના કુંવરની ફેસબુક મારફતે સંપર્ક થયો હતો.જે બાદ બન્ને એકબીજાના પ્રેમમાં પડયા હતા. કિશન સજના સાથે છેલ્લા 13 વર્ષથી સાથે રહેતો હતો. આ ઉપરાંત બંને સાથે જાહેરમાં હળવા ફરવા માટે જતા હતા. કેટલી વખત કિશન રિસાઈને તેના ઘરે જતો રહેતો હતો પરંતુ કિન્નર સંજના તેને ધમકાવીને ફરીથી તેને પોતાની પાસે લઈ આવતી હતી.