તેજસ મોદી, સુરત: બંગાળની ખાડીમાં સર્જાયેલા ફાની ચક્રવાતે શુક્રવારે ઓડિશામાં કહેર વર્તાવ્યા બાદ હવે તે આજે પશ્ચિમ બંગાળ પહોંચી ગયું છે. ત્યારે આ ચક્રવાતની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. રાજ્યમાં ગરમીમાં થોડો ઘટાડો થયો છે, તો બીજી બાજુ સુરતના કાપડ ઉદ્યોગ પર પણ તેની અસર જોવા મળી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: જાણો ગુજરાત પોલીસમાં આ એક વર્ષમાં કયા 11 આઈપીએસ અધિકારી થશે નિવૃત્ત


ફાની ચક્રવાતને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી ગયો છે. ત્યારે સુરતમાં ટ્રાન્સપોર્ટ અને કપાડ ઉદ્યોગમાં પણ તેની અસર દેખાઇ રહી છે. સુરતના 2000 જેટલા વેપારીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા કાપડનું ટ્રાન્સપોટેશન અટકી ગયું છે. દરરોજની 30થી વધુમાં ટ્રકોમાં કાપડ ભરી ટ્રાન્સપોર્ટ કરવામાં આવતું હતું. એક ટ્રકમાં અંદાજે 70 લાખથી વધુના માલસામન ટ્રાન્સપોર્ટ કરવામાં આવતો હતો.


વધુમાં વાંચો: ચોરાયેલા પાકિટ અને મનહરભાઈની સેવા... જાણો શું છે હકિકત


તો બીજી બાજુ કચ્છમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. કચ્છના નખત્રાણામાં ભારે પવન ફૂંકાવાની સાથે જ ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. ત્યારબાદ છુટો છવાયો વરસાદ શરૂ જતા લોકોને ગરમીમાં રાહત મળી હતી. તો આ સાથે જ સાબરકાંઠાના પોશીના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી છાંટા પડ્યા હતા.


જુઓ Live TV:
ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...