તેજશ મોદી/ સુરત: લક્ઝરી બસના સંચાલક દ્વારા આચરવામાં આવતી મોટી ટેક્સ ચોરી સુરત આરટીઓએ ઝડપી પાડી છે. ગુજરાત બહાર નાગાલેન્ડમાં લક્ઝરી બસનું રજીસ્ટર્ડ કરાવી સરકારને લાખો રૂપિયાનો ચૂનો લગાવામાં આવતો. આ વાત સુરત આરટીઓના ધ્યાને આવતા મોટી ટેક્સચોરી ઝડપી પાડી લક્ઝરી બસ સંચાલકસામે કાર્યવાહી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત ટ્રાફિક પોલીસે નાગાલેન્ડના રજીસ્ટર્ડ પર ગુજરાતમાં ચાલતી બસને ઝડપી પાડી છે. નાગાલેન્ડ પાસિંગની લક્ઝરી બસ ગુજરાતમાં ચલાવીને કરોડો રૂપિયાની ટેક્સ ચોરીનું કૌભાંડ ચાલતું હોવાનું સામે આવ્યું છે. બાકી ટેક્સ ભરવામાંથી મુક્તિ મળે તેથી જૂની બસ નાગાલેન્ડમાં ફરી વખત પાસિંગ કરાવવામાં આવી રહી છે. સુરત ટ્રાંફિક પોલીસે બસ પકડી પડતા ભાંડો ફૂટ્યો છે. માત્ર ડોક્યુમેન્ટ મોકલો એટલે નાગાલેન્ડમાં બસ રજિસ્ટર્ડ થઈ જાય છે.


દેશમાં મેડિકલ અભ્યાસનું હબ બનશે ગુજરાત: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ



 


નાગાલેન્ડ RTOમાં બસનું પાસિંગ કરાવવા બસ મોકલવાની જરૂર પડતી નથી. નાગાલેન્ડ પાસિંગની બસ થોડા સમય પછી ગુજરાતમાં ટ્રાન્સફર કરાવી લેવાય છે. પકડાયેલી બસ અગાવ વર્ષ 2012માં રાજસ્થાનમાં રજિસ્ટર્ડ થઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. હાલ સમગ્ર કેસમાં આરટીઓ દ્વારા તપાસ ચાલવામાં આવી રહી છે.