મહેસાણા: કોરોનાકાળમાં થંભી ગયા ટ્રાવેલ્સ બિઝનેસના પૈડા, ટેકસી માંથી પ્રાઇવેટમાં ફેરવાયા 500 વાહનો!
છેલ્લા એક વર્ષના કોરોના કાર્ડ માં લદાયેલા lockdown અને આંશિક lockdown ના કારણે દરેક ધંધા-રોજગારને માઠી અસર પહોંચી છે. ત્યારે આ સ્થિતિની વચ્ચે સૌથી મોટી કફોડી હાલત વાહનો પર નભતા પરિવારો અને વ્યવસાય કારોની થઈ છે
તેજસ દવે, મહેસાણાઃ છેલ્લા એક વર્ષના કોરોના કાર્ડ માં લદાયેલા lockdown અને આંશિક lockdown ના કારણે દરેક ધંધા-રોજગારને માઠી અસર પહોંચી છે. ત્યારે આ સ્થિતિની વચ્ચે સૌથી મોટી કફોડી હાલત વાહનો પર નભતા પરિવારો અને વ્યવસાય કારોની થઈ છે. છેલ્લા એક વર્ષમાં વચ્ચે વચ્ચે થોડી છૂટ સાથે વાહનો ફેરવવાની તો મળી હતી પરંતુ તે પ્રમાણે મુસાફરો કરવાની છૂટ ન મળતા વાહનમાલિકો નું આવક અને જાવક નું સરવૈયું ખોરવાયું છે.
મહેસાણા આરટીઓ માંથી મળેલી વિગતો જોઈએ તો છેલ્લા એક વર્ષમાં ટેક્સી પાર્સિંગ ધરાવતા 500 વાહનો પ્રાઇવેટ પાર્સિંગ કરાવી ચુક્યા છે ત્યારે રોડ પર વાહનો દોડતા બંધ થતા ટેક્સી થી રાહત મેળવવા 1600 વાહનો નોંનયુઝમાં દર્શાવ્યા છે ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં બે વાહનોને એમ્બ્યુલન્સમાં તબદીલ કરાયા છે.
કોરોના કાળ માં હાલ તબક્કાવાર અનલોક કરવામાં તો આવ્યું છે પરંતુ ટ્રાવેલ્સ ના બિઝનેસ ના પૈડાં થંભી ગયા છે પૂરતા પેસેન્જરો ના બેસાડવા ના કારણે ટ્રાવેલ્સ ના ધંધા માં નુકસાન વેઠી ચલાવવા પડતા હોવાને કારણે હાલ ટ્રાવેલ્સ ના ધંધા ઠપ થવા ગયા છે. કોરોના ની અસર મધ્યમવર્ગીય પર વધારે જોવા મળી હતી જેમા વાહનો પર નભતા પરિવારો ની હાલત કફોડી બનવા ગઈ છે છેલ્લા લાંબા સમય થી પ્રાઇવેટ વાહનો ના ધંધા બંધ હોવાના કારણે પરિવાર નું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે જેથી લોકો મજબૂરીથી અન્ય ધંધા પર વળ્યાં હતા
SHAHRUKH ને આ CLASSIC ફિલ્મ માટે મળ્યા હતા માત્ર 25 હજાર રૂપિયા, જાતે વેચવી પડી હતી ફિલ્મની ટિકિટો
LPG ગેસનો બાટલો હવે માત્ર 9 રૂપિયામાં મળશે! જલ્દી કરો મર્યાદિત સમય માટે જ છે આ મેગા ઓફર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube