અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક અજીબ ઘટના બની હતી. મણિનગર જવાહર ચોક ચાર રસ્તા પર આવેલ વિશાળ લીમડાનું વૃક્ષ તૂટી પડ્યું હતું. લીમડાનું વિશાળ વૃક્ષ રોડ પરથી પસાર થઈ રહેલા રીક્ષા પર પડ્યું હતું. આ ઘટનામાં રીક્ષા ચાલકનું મોત નિપજ્યું હતું. અન્ય બે લોકો ઈજાગ્રસ્ત પણ બન્યા હતા. આ ઘટના બાદ પોલીસે મણિનગર જતો રસ્તો બંધ કરાવ્યો હતો. ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ઝાડ નીચે દબાયેલ રિક્ષામાંથી મૃતદેહ બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :