• અમદાવાદ મેડિકલ એસોસિયેશન (AMA) દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

  • ડોક્ટરોની યાદ વૃક્ષરૂપે હંમેશા જીવિત રહે એ બદલ વૃક્ષારોપણ કરવામાં આવ્યું


અતુલ તિવારી/અમદાવાદ :કોરોનાકાળમા તબીબો સૌથી મોટા વોરિયર્સ બનીને ઉભર્યા છે. તેમને કારણે કરોડો લોકોનો જીવ બચ્યો છે. આ મહામારીમાં અનેક તબીબોએ પણ જીવ ગુમાવ્યો છે. ત્યારે આજે નેશનલ ડોક્ટર્સ ડે (doctors' day) પર આ તબીબોને દિલથી યાદ કરીને શ્રદ્ધાંજલિ આપવી પડે. આજે નેશનલ ડૉક્ટર્સ ડે પર અમદાવાદમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. જેમાં  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃક્ષારોપણ કરી ડોક્ટર્સને શ્રદ્ધાંજલિ અપાઈ


નેશનલ ડૉક્ટર્સ ડે સંદર્ભે અમદાવાદ મેડિકલ એસોસિયેશન (AMA) દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીમાં દર્દીની સારવાર કરતા દરમિયાન કોરોનાગ્રસ્ત થયા હતા અને સારવાર દરમિયાન મૃત્યુ પામેલા એવા કોરોના વોરિયર્સની યાદમાં નેશનલ ડૉક્ટર્સ ડેની ઉજવણી કરાઈ હતી. અમદાવાદ મેડિકલ એસોસિયેશન અને બ્રેઇન-હાર્ટ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ કરી ડોક્ટર્સને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. 


ડોક્ટરોની યાદ વૃક્ષરૂપે હંમેશા જીવિત રહેશે


મૃત્યુ પામેલા ડોક્ટરોની યાદમાં વૃક્ષ વાવી તેના પર મૃતક ડોક્ટરની નેમપ્લેટ લગાવવામાં આવી હતી. ડોક્ટરોની યાદ વૃક્ષરૂપે હંમેશા જીવિત રહે એ બદલ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મૃત્યુ પામેલા એવા કોરોના વોરિયર્સના પરિવારોને પણ ખાસ આમંત્રિત કરાયા હતા.