Trending Video : દ્વારકાના ખંભાળિયાને એક મંદિરમાં ચમત્કાર જેવી ઘટના જોવી મળી છે. ખંભાળિયાના શ્રીજી સોસાયટીમાં આવેલ પ્રખ્યાત શ્રી યમુના મહારાણીજી હવેલીમાં પ્રગટાવેલો સન્મુખ દીવો રોજ આરતી સમયે એક સ્થળેથી રમતો રમતો બીજી જગ્યાએ પ્રસ્થાન કરે છે. મંદિરના મહારાજના દાવો છે કે, દીવાના ખસવાની સાથે પાયલનો રણકાર પણ સંભળાય છે. આ ઘટના કોઈ ચમત્કારથી ઓછી નથી. ત્યારે હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે ખંભાળિયાની શ્રીજી સોસાયટીમાં આવેલ શ્રી યમુના મહારાણીજી હવેલીનો છે. જેમાં યનુનાજી સન્મુખ પ્રગટાવેલો દીવો એક સ્થળેથી બીજા સ્થળે આપોઆપ ખસે છે. વીડિયોમાં વીડિયો આપોઆપ ખસતો જોઈ શકાય છે. દીવો લગભગ મૂર્તિના એક બાજુથી બીજુ બાજુ 8 ફૂટ જેટલુ અંતર કાપીને જાય છે, અને બાદમાં રામ થઈ જાય છે. 


ત્યારે આ વિશે હવેલીના મુખ્યાજી ગોપાલે જણાવ્યું કે, યમુનાજીના રમતા દીવાના દર્શન દર વર્ષે અષાઢ માસમાં બંધ થઈ જાય છે. જે ચાર માસ પછી દેવ ઉઠી અગિયારસ (દેવ દિવાળી)થી પુનઃ શરૂ થાય છે. આ હવેલી ખાતે વિવિધ દર્શનોની ઝાંખી કરવા માટે વૈષ્ણવ ભાઈઓ-બહેનો તથા શ્રદ્ધાળુઓ નિયમિત રીતે આવે છે. જોકે, ઝી 24 કલાક આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી.