બ્યૂરો રિપોર્ટ/મોરબી: ઘડિયાળ(Clock) માટે વિશ્વવિખ્યાત(World Famous) મોરબીમાં (Morbi) જાત-જાતની ઘડિયાળ(Diffrent Clocks) બને છે. જોકે, અહીંના લાટી પ્લોટ વિસ્તારમાં એક ઉદ્યોગપતિ ખાસ આદિવાસી સમુદાય (Tribal Community) માટેની ઘડિયાળ બનાવે છે. આ ઘડિયાળ કંઈક અલગ રીતે ચાલે છે અને ઊંધી ચાલતી (Reverse Side) આ ઘડિયાળને આદિવાસી પરિવારોમાં અત્યંત શુભ માનવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબીના(Morbi) લાટી પ્લોટમાં આવેલા આલ્ફા કોટ્સ નામના એક કારખાનામાં આ વિશેષ આદિવાસી ઘડિયાળ(Special Aadivasi Clock) બનાવવામાં આવે છે. આદિવાસી ઘડિયાળમાં 1થી 12 સુધીના આંકડા જમણી દિશામાં નહીં પરંતુ ઊંધી દિશામાં લખેલા હોય છે. આદિવાસી વિસ્તારોમાં આ ઘડિયાળનું મોટું બજાર છે. આ ઘડિયાળના કાંટા જમણી બાજુ નહીં પરંતુ ઊંધી બાજુ ચાલે છે. આ કારણે જ ઘડિયાળને એન્ટી ક્લોક(Anti-clock) કહેવામાં આવે છે. 


Rajkot : ગાંધીજીએ સ્થાપેલી શાળામાંથી પકડાયો 5 લાખની કિંમતનો દારૂ


આલ્ફા ક્વાર્ટ્ઝના માલિક નિશાંતભાઈ પટેલ અને અમિત ભાઈ ગાંધીએ આ અંગે જણાવ્યું કે, થોડા સમય અગાઉ એક આદિવાસી વેપારી તેમની પાસે આવ્યો હતો. તેણે તેમની પાસે સામાન્ય ઘડિયા નહીં પરંતુ રિવર્સસાઈડમાં ફરતી એટલે કે એન્ટી-મૂવમેન્ટ કરતી ઘડિયાળ માગી હતી. આ પ્રકારની માગણી સાંભળીને સૌથી પહેલા તો તેઓ ખુદ ચોંકી ગયા હતા. તેમણે વેપારીને આ પ્રકારની ઘડિયાળ માગવાનું કારણ અને તેના મહત્વ વિશે પુછ્યું હતું. 


પોલીસે ડીટેઈન કરેલી 2 કરોડની પોર્શે કારને ફટકાર્યો અધધધ.. રૂ.9.80 લાખનો દંડ


વેપારીની આ વાત સાંભળીને ઘડિયાળના કારખાનાના માલિક પણ ચોંકી ગયા હતા. ત્યાર પછી તેમણે વેપારીની માગ મુજબ એન્ટીક્લોક બનાવાનું શરૂ કર્યું અને જોત-જોતામાં તેમને એક નવું વિશાળ બજાર મળી ગયું. સમગ્ર ભારત દેશમાં તેમની આ વિશેષ આદિવાસી ઘડિયાળની માગ રહે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....