ભાજપ-કોંગ્રેસના નેતાઓ ન કરી શક્યા, તે આ નેતાએ કરી બતાવ્યું, બૂથ પર સૌથી વધુ મતદારો ખેંચી લાવ્યા
Chaitar Vasava : લોકસભાની 2024 ની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન ચૈતર વસાવાની ડેડીયાપાડા બેઠક પર થયું છે, 83.95 ટકા મતદાન લોકસભાની ચૂંટણીના હારજીતના પરિણામ બદલી શકે છે
Bharuch Loksabha : ગુજરાતની 25 લોકસભા બેઠક પર મતદાન પૂર્ણ થયું છે. ગરમીમાં પણ લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું. પરંતું સૌથી વધુ ઉત્સાહ દક્ષિણ ગુજરાતના એક આદિવાસી વિસ્તારના મતદારોએ બતાવ્યો. લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન ડેડીયાપાડા વિધાનસભામાં થયું છે. ડેડીયાપાડા વિધાનસભામાં સૌથી વધુ 83.95 ટકા મતદાન નોંધાયું છે. આ વિસ્તાર આપના નેતા ચૈતર વસાવાની અંતર્ગત આવે છે. મતદાનનો આ આંકડો બતાવે છે કે, આદિવાસી મતદારો કેટલા જાગૃત છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓ ન કરી શક્યા, તે આપ-કોંગ્રેસના ગઠબંધનના હીરોએ કરી બતાવ્યું. હાર થાય કે જીત, તે સમય બતાવશે, પરંતું લોકસભામાં બૂથ પર સૌથી વધુ મતદારો ચૈતર વસાવાની વિધાનસભા બેઠક ખેંચી લાવી છે.
રાજકીય ગણિત ઉંધુ પાડશે
ભરૂચ લોકસભામાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની સીધી ટક્કર આપ-કોંગ્રેસના ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા છે. ચૈતર વસાવા ગત વિધાનસભાની ચૂંટણીમાં ડેડીયાપાડામાં આપના ઉમેદવાર હતા, અને જંગી બહુમતીથી જીત્યા હતા. ત્યારે ડેડીયાપાડામાં થયેલું બમ્પર મતદાન રાજકીય ગણિત ઊંધું પાડી શકે છે.
Met Gala 2024 માં ચમકેલી આ ગુજરાતણને જોઈ બધા પૂછી રહ્યાં છે, કોણ છે મોના પટેલ?
ગત લોકસભા અને વિધાનસભાના આંકડા
ડેડીયાપાડાની વાત કરીએ તો, વર્ષ 2019 ની લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ મતદાન ભરૂચ બેઠકની ડેડીયાપાડામાં 85.01 ટકા થયું હતુ. તો વર્ષ 2014 ની લોકસભામાં પણ ડેડીયાપાડામાં જ સૌથી વધુ 85.39 ટકા મતદાન થયું હતું. હવે વાત વિધાનસભા બેઠકની કરીએ તો, વર્ષ 2022 ની વિધાનસભા ચૂંટણીમાં પણ અહીં 83.56 ટકા મતદાન થયું હતું.
ડેડીયાપાડાના બમ્પર મતદાનથી રાજકીય વિશ્લેષકો માની રહ્યાં છે કે, આ મતદાન ચૈતર વસાવાના તરફેણમાં થયું હોઈ શકે છે. સાથે જ ચૈતર વસાવા જે રીતે ગત વિધાનસભાથી આદિવાસી હીરો તરીકેની છાપથી ઉભરી આવ્યા છે. તેમની પોપ્યુલારિટી આ વિસ્તારમાં વધારે છે. આ ઉપરાંત મનસુખ વસાવાનો બેફામ વાણીવિલાસ પણ ભાજપને નડી શકે છે. એવુ પણ કહેવાય છે કે, ચૈતર વસાવાની ડેડીયાપાડામાં બૂથ લેવલ પર સ્ટ્રોંગ કામગીરી છે.
દીકરાએ કેનેડા જઈ સંબંધ તોડતા ગુજરાતી દંપતીએ આપઘાત કર્યો, હચમચાવી દેતી સ્યૂસાઈડ નોટ