અમદાવાદ : હાલમાં ઉનાળાની સીઝનમાં જો ખાણીપીણી મામલે ધ્યાન ન રખાય તો બીમારીઓ આવે છે ત્યારે જીવન જરૂરિયાતની ખાસ વસ્તુ ગણાતા સ્વાસ્થ્યપ્રદ દૂધમાં મોટાપાયે ભેળસેળ થતી હોવાના કારણે આરોગ્યખાતું હરકતમાં આવ્યું છે. થોડા સમય પહેલાં રાજ્યભરમાં આરોગ્ય વિભાગે દૂધની ડેરીઓ અને દૂધના પાર્લરમાં દરોડા પાડ્યા હતા. ગુજરાતની વિવિધ મહાનગર પાલિકાની આરોગ્ય ખાતાની ટીમ વિવિધ શહેરોના દૂધ વેચતી દુકાનો અને ડેરીઓ પર ત્રાટકી હતી અને ગોલમાલ પકડી હતી. સામાન્ય રીતે દૂધમાં પાણી, ડિટર્જન્ટ અથવા તો સ્ટાર્ચ મિક્સ કરવામાં આવતા હોય છે. જોકે કેટલીક સહેલી ટ્રીક છે જેની મદદથી આ ગોલમાલ પકડી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાણી નાખ્યું હોય તો પકડવાની ટ્રીક :



1. દૂધનું ટીપું ઢળતી હોય એવી લિસ્સી સપાટી પર નાખો.
2. આ દૂધ ઝડપથી સરકી જશે અથવા તો ધીમે-ધીમે સરકશે અને પાછળ સફેદ અવશેષ રહી જશે.
3. જો દૂધમાં પાણી મિક્સ કરવામાં આવ્યું હશે તો ઝડપથી વહી જશે અને જો શુદ્ધ હશે તો ધીમે-ધીમે સરકશે. 


ડિટર્જન્ટ નાખ્યું હોય તો પકડવાની ટ્રીક :



1. 5 કે 10 એમએલ જેટલું સેમ્પલ લઈને એમાં એટલું જ પાણી નાખો.
2. આ મિશ્રણને જોરથી હલાવો.
3. જો દૂધમાં ડિટર્જન્ટ નાખ્યું હશે તો એમાં ગાઢ ફીણ થશે.
4. શુદ્ધ દૂધમાં હલાવ્યા પછી એમાં ફીણનું પાતળું સ્તર ઉભું થશે.


સ્ટાર્ચ નાખ્યો હોય તો પકડવાની ટ્રીક :



1. 2-3 એમએલ સેમ્પલને 5 એમએલ પાણીના સેમ્પલ સાથે ઉકાળો.
2. ઠંડુ પાડીને એમાં ટિંચર ઓફ આયોડિનના 2-3 ટીપાં નાખો.
3. જો બ્લુ રંગનું ટ્રાવણ બને તો એમાં ચોક્કસપણે સ્ટાર્સની હાજરી હશે.