• ઈન્ડેન ગેસ કંપનીનો નંબર GJ-10-X-9173 નંબરની ટ્રક વેગનાર કાર નંબર GJ-03-BA-7569 અને i20 કાર નંબર GJ-03-KC-7711 વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો


રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટમાં અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટમાં અકસ્માતોના બનાવ બની રહ્યાં છે. ત્યારે આજે વહેલી સવારે રાજકોટ જામનગર હાઇવે પર ત્રિપલ અકસ્માત (tripple accident) સર્જાયો હતો. બે મોટર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. નવા 150 ફૂટ રિંગરોડ થી રાજકોટ હાઇવે તરફ જતા ટ્રક સાથે બે કાર અથડાઈ હતી. ઈન્ડેન ગેસના ટ્રક સાથે એકસાથે બે કાર અથડાઈ હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત 2 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ જામનગર હાઇવે પર મુખ્ય ચાર રસ્તા છે. આજે સવારે નવા 150 ફૂટ રિંગરોડ તરફથી ટ્રક આવતો હતો અને ટ્રકે રાજકોટ જવા તરફના માર્ગ પર વળાંક લીધો હતો. એ દરમિયાન સૌથી પહેલા સફેદ કલરની વેગનાર કાર ટ્રક સાથે અથડાઇ હતી. જોતજોતામાં તેની પાછળ આવી રહેલી ગ્રે કલરની i20 કાર અથડાઈ હતી. ઈન્ડેન ગેસ કંપનીનો નંબર GJ-10-X-9173 નંબરની ટ્રક વેગનાર કાર નંબર GJ-03-BA-7569 અને i20 કાર નંબર GJ-03-KC-7711 વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. 



અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. જોકે, ટ્રકને કોઈ નુકસાન પહોંચ્યું ન હતું. પરંતુ બંને કારની આગળના ભાગનો ખુરદો બોલાયો હતો. સાથે જ બંને કાર ચાલકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. જેથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.