ખેડાઃ મહુધા-કઠલાલ રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રક અને રિક્ષા વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 5નાં મોત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે રીક્ષામાં બેસેલા પાંચેય વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. અકસ્માતના પગલે ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. દુર્ઘટનાની જાણ થતા જ મહુધા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અકસ્માત અંગે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ મહુધા-કઠલાલ રોડ પર એક શાકમાર્કેટ આવેલું છે. રામના મુવાડા ગામમાં રહેતા પાંચ લોકો રિક્ષામાં બેસીને શાકભાજી લેવા માટે કઠલાલ ખાતે આવેલા આ શાકમાર્કેટ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન માર્ગમાં પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે કોઈ કારણસર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં રિક્ષાને અડફેટમાં લીધી હતી. 


ટ્રકની અડફેટે આવેલી રિક્ષાનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. તેમાં બેસેલા પાંચેય વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકામાટીભર્યું મોત થયું હતું.  સ્થાનિક લોકોએ 108માં ફોન કરતાં 108ની 2 ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.


[[{"fid":"179537","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


મૃતદેહો કાઢવા પણ ભારે પડ્યા


આ અકસ્માત એટલો ગંભીર હતો કે રિક્ષામાં બેસેલા પાંચેય શખ્સોના મૃતદેહને બહાર કાઢવા 108ની ટીમને પણ ખૂબ મહેનત કરવી પડી હતી. મૃતકોના શબનો પોસ્ટમોર્ટમ માટે મહુધાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા હતા. એક સાથે પાંચ લોકોના મોતથી મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. તમામ મૃતકો રામના મુવાડા ગામના મુસ્લિમ સમાજના હોવાની માહિતી મળી છે.