વડોદરા : વડોદરા શહેર નજીક ફાજલપુર પાસેથી પસાર થતી મહીસાગર નદીમાંથી 4 ઓક્ટોબરે અજાણી યુવતીની હાથ પગ બાંધેલી લાશ મળી આવી હતી. આ કેસમાં વડોદરા ક્રાઇમબ્રાંચે ભેદ ઉકેલી નાખ્યો છે. પ્રેમ પ્રકરણમાં યુવતીની હત્યા કરાઇ હોવાનો ઘટસ્ફોટ થયો છે. ક્રાઇમબ્રાંચે યુવતીની હત્યા કરનાર ઉત્તરપ્રદેશ મુળનાં રહેવાસી ટ્રક ચાલક અને ક્લિનરને ઝડપી પાડ્યો છે. ગત 4 ઓક્ટોબરે વડોદરા ફાયર બ્રિગેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને પોલીસ કંટ્રોલ રૂમ તરફથી મહીસાગરમાં લાશ તરતી હોવાની જાણ કરવામાં આવી હતી. જેથી વડોદરા શહેરમાં ટીપી 13 ફાયર સ્ટેશનનાં લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયો હતો. પાણીમાંથી યુવતીની લાશ બહાર કાઢી હતી. આ યુવતીના હાથપગ અને મોઢુ બાંધેલા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાયબર ચોર સસલાની ગતિએ ક્રાઇમ આચરે છે, સાયબર પોલીસ સસલાની ગતિએ ઉકેલ લાવે છે

બે ત્રણ દિવસ અગાઉ યુવતીએ મહીસાગરમાં ફેંકી દેવામાં આવી હોવાનું અનુમાન સેવાઇ રહ્યું હતું. વડોદરા ક્રાઇમબ્રાંચની તપાસ દરમિયાન આ ઘટનામાં હત્યાનો ઘટસ્ફોટ કર્યો હતો. ક્રાઇમબ્રાંચે ટેક્નીકલ સર્વેના તથા સીસીટીવીના આધારે હત્યા કરનારા ઉત્તરપ્રદેશનાં ટ્રક ડ્રાઇવર અને ક્લિનરને ઝડપી પાડ્યા છે. મૃતક યુવતી ગુડિયા ઉર્ફે મુસ્કાન (ફુલઝહાં) ઇમ્તિયાઝ ખાન (રહે. જમનીપુર, તીગરા ઉત્તરપ્રદેશ) હોવાનું જાણવા મળ્યું છે. 


Gujarat Corona Update: રાજ્યમાં નવા 1158 દર્દી, 1375 સાજા થયા, 10નાં મોત

આ અંગે માહિતી આપતા વડોદરા ક્રાઇમબ્રાંચના ડીસીપી જયદીપસિંહે જણાવ્યું કે, મુખ્ય આરોપી મુઝસમ ઉર્ફે સેબુનો નાનો ભાઇ સાહેબની યુવતી ગુડિયા ઉર્ફે મુસ્કાન સાથે પ્રેમ સંબંધ હતો. સાહેબે તેની સાથે રહેતો ન હોવાથી ગુડિયા ઉર્ફે મુસ્કાને ઉત્તરપ્રદેશ સુલ્તાનપુર ખાતે ચાંદા પોલીસ સ્ટેશનમાં સોહેબ અને મુખ્ય આરોપી વિરુદ્ધ અરજી કરી હતી. જે અરજીમાં સમાધાન કરીને ગુડિયાને સાહેબે સાથે મુંબઇ ખાતે રહેવા લાગી હતી. ગુડિયા ઉર્ફે મુસ્કાનના સંબંધ સોહેબ સિવાય બીજા ટ્રક ડ્રાઇવરો સાથે હોવાથી મુસ્લમ ઉર્ફે સેબુને ગુડિયા ઉર્ફે મુસ્કાન પસંદ ન હોવાથી તેની હત્યા કરીને ક્યાંક ફેકી દેવાનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ મુખ્ય આરોપી સેબુએ મુસ્કાનને પટાવી ફોસલાવી ગુજરાત ખાતે ફરવા લઇ જવાનું જણાવ્યા બાદ ઓક્ટોબરે ક્લિનર સંદીપ શ્રીવાસ્તવ સાથે ટ્રકમાં બેસાડીને ગુજરાતના ચાંગોદર ખાતે ટ્રક ખાલી કરવા માટે જતા રહ્યા હતા. 


આધેડે ઉતાર્યો યુવતીનો બિભત્સ VIDEO, ત્યાર બાદ મચી ધમાચકડી કે...

ટ્રક કરજણ ટોલ નાકા પસાર કરતા મુખ્ય આરોપી સેબુનો ઓળખીતો ડ્રાઇવર ક્રિષ્ણાની ટ્રકમાં સેબુ અને મુસ્કાન બેસી ગયા અને સેબુની ટ્રકમાં ક્રિષ્ણના બે ક્લિનર અને સંદિપે ટ્રક ચલાવી હતી. ત્યાર બાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પરના ટોલનાકાની આગળ ગુડિયાનું ગળુ દબાવીને હત્યા કરી હતી. લાશ ધાબળામાં બાંધીને એક્સપ્રેસ વે પર આવેલા મહીસાગર નદીના બ્રિજ પાસે ઉભી રાખી સેબુ ટ્રક નીચે ઉતરી સંદિપે યુવતીના મૃતદેહને ટ્રકમાંથી મહીસાગર નદીમાં ફેંકી દઇને ચાંગોદર ખાતે ટ્રક ભરેલો સામાન ખાલી કરી પરત મુંબઇ ખાતે નિકળી ગયા હતા. ખુબ જ પડકારજનક કેસ આખરે વડોદરા ક્રાઇમબ્રાંચ દ્વારા ઉકેલી નાખવામાં આવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube