મહીસાગરમાં ટ્રકે એવી ટક્કર મારી કે બાઈક પર જતો 4 સદસ્યોનો આખો પરિવાર મોતને ભેટ્યો
Accident News : મહીસાગરના લુણાવાડાના ચાર કોસિયા નાકા પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક પર સવાર દંપતી અને બે બાળકના મોત
ભદ્રપાલ સોલંકી/મહીસાગર :મહીસાગરના લુણાવાડાના ચાર કોસિયા નાકા પાસે ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઈક પર સવાર દંપતી અને બે બાળકના મોત ઘટના સ્થળે મોત નિપજ્યા છે. એક જ પરિવારના ચાર લોકોના મોતથી માહોલ ગમગીન બન્યો હતો.
લુણાવાડા ચાર કોસિયા નાકા પાસે ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ચાર ના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રક ચાલકે બાઈક પર સવાર પિતા માતા અને બે બાળકોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં બે બાળકો સહિત માતા અને પિતાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. બાઇક પર સવાર એક જ પરિવાર ના 4 સભ્યોના ઘટના સ્થળે મોતથી અરેરાટી ફેલાઈ ગઈ હતી.
અકસ્માત થતાં લઘુમતી કોમના ટોળેટોળા ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. જેના બાદ મામલો વધુ બિચક્યો હતો. આ કારણે દૂર દૂર સુધી મધ્ય રાત્રિએ ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. તો મહીસાગર પોલીસનો મોટો કાફલાને પણ ટ્રાફિકને પગલે દોડતા થવુ પડ્યુ હતું. નાયબ જિલ્લા પોલીસ વડા, એસઓજી, એલસીબી સહિત લુણાવાડા પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો. સ્થિતિ વધુ વણસે તે પહેલા પોલીસે મામલો થાળે પાડ્યો હતો.
પોલીસે અકસ્માતમાં મોત નિપજનાર ચારેય સદસ્યોના મૃતદેહોને કોટેજ હોસ્પિટલમાં મોકલ્યા હતા. તેમજ પરિવારને અડફેટે લેનાર ટ્રક નંબર HR 47 D7197 સહિત તેના ચાલકને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.