દેશમાં 7 દિવસથી ચાલી રહેલી ટ્રક હડતાળથી ગુજરાતના ઉદ્યોગોને 15 હજાર કરોડનું નુકસાન
ટ્રક હડતાળના પગલે રો મટીરીયલ ફેક્ટરી સુધી પહોચી શકતુ નથી. જે પ્રોડક્શન થઇ તૈયાર થયેલો માલ છે તે પરિવહનના અભાવે વેચી શકાતો નથી.
ગૌરવ પટેલ/ અમદાવાદ: ઓલ ઇન્ડીયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસની ટ્રક હડતાળ ગુજરાતના ઉદ્યોગોને અંદાજે 15 હજાર કરોડનું નુકસાન થયું છે. ટ્રકની હડતાળને પગલે ગુજરાતના કેમિકલ, ટેક્સટાઇલ્સ, સીરામીક અને ફાર્મા ઉદ્યોગમાં માલનો ભરવો થઇ ગયો છે. હાલમાં રો મટીરીયલ ન આવતું હોવાથી ઉત્પાદન ઠપ્પ થઇ ગયુ છે તો કન્ટેનર ન ચાલાત હોવાથી ઉત્પાદીત માલનો ભરાવો થઇ ગયો છે.
રાજકોટ જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં જોવા મળ્યા રાજકીય દાવપેચ, બાગી સભ્યોનો દબદબો
દેશના ગ્રોથ એન્જીન કહેવાતા ગુજરાતને ટ્રક હડતાળના માત્ર 6 દિવસમાં જ 15 હજાર કરોડનું નુકસાન થયું છે. આ અંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીના પ્રમુખ જૈમીન વાસાએ જણાવ્યું હતું કે ટ્રક હડતાળના પગલે રો મટીરીયલ ફેક્ટરી સુધી પહોચી શકતુ નથી. જે પ્રોડક્શન થઇ તૈયાર થયેલો માલ છે તે પરિવહનના અભાવે વેચી શકાતો નથી. કન્ટેઇનર ન ચાલતા હોવાથી એક્સપોર્ટના ઓર્ડર પણ કેન્સલ થતા હોવાવી રાવ જીસીસીઆઇ પ્રમુખે કરી હતી. તેમના કહેવા પ્રમાણે ગુજરાત કેમીકલ ડાઇસ ટેક્સટાઇલ્સ સીરામીકનું હબ હોવાથી આ સેક્ટરમાં નુકસાન વધારે થયુ છે. તેમણે એવી પણ આશા વ્યકત કરી કે હડતાળનો જલદી અંતે આવે.
રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે સૌથી મોટું રાજકીય ઘમાસાણ, ભાજપી નેતાનું મોત
જીસીસીઆઇએ ટ્રક હડતાળનો અંત આવે તે માટે મધ્યસ્થી કરવાની તૈયારી કરી છે. જેના ભાગરૂપે જ ગુરૂવારના રોજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીના હોદ્દેદારોએ ઓલ ઇન્ડીયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના ગુજરાત વિંગના હોદ્દેદારો સાથે બેઠક કરી રીપોર્ટ તૈયાર કરવામાં આવશે ત્યારબાદ તેને ગુજરાત સરકાર અને દિલ્હી ખાતે કેન્દ્ર સરકરાને રજુઆત કરશે.
Video: અમદાવાદના છારા નગરમાં રેડ પાડવા ગયેલા પોલીસ કાફલા પર હુમલો, PSI સહિત 3ને ઇજા
ડીઝલના વધતા ભાવ, ટોલ પ્લાઝા પર લેવાતા ટેક્સ, થર્ડ પાર્ટી વિમો અને જીએસટી, ઇ વે બીલ તથા ટીડીએસના પડતર પ્રશ્નોને લઇને ટ્રાન્સપોર્ટેરોએ અચોક્કસ મુદતની હડતાળ પાડી છે. જેમાં ગુજરાતના રાજ્યના 118 નાના મોટા એશોશીએશન જોડાયા છે. ઓલ ઇન્ડીયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસની ટ્રક હડતાળના પગલે ગુજરાતની અંદાજે 6 લાખથી વધુ ટ્રકના પૈડા થંભી ગયા છે. માત્ર 7 દિવસમાં ઉદ્યોગોના નુકસાનનો આંકડો હજારો કરોડને આંબી ગયો છે અને સાથેજ ટ્રક સંચાલકોને પણ અંદાજે એક હજાર કરોડનું નુકસાન થયુ છે.