અમર પ્રેમ જેવો કિસ્સો : પ્રેમિકાએ લકવાગ્રસ્ત પ્રેમીનો સાથ ન છોડ્યો
True Love : 2008માં પ્રેમ કપલ પ્રેમમાં પડ્યું, 2017 માં એકાએક પ્રેમી લકવાગ્રસ્ત થયો... પ્રેમિકાએ હિંમત આપી... 2022 માં લગ્ન કર્યા... આજે સુખેથી જીવે છે જીવન
Relationship : પ્રેમમાં માણસ ગમે તે હદે જવા તૈયાર હોય છે. પ્રેમ એ પામવાનું નામ છે. જો સાચો પ્રેમ હોય તો કોઈ બંધન આડે આવતા નથી. આવુ અનેકવાર જોયુ છે કે સંકટના ઘડીએ પ્રેમી સાથ છોડીને જતા રહે છે. તો પરંતુ તેની સામે ઢગલાબંધ કિસ્સા એવા છે જેમાં પ્રેમીઓઓએ મરતા દમ સુધી ગમે તે સ્થિતિમાં સાથ નિભાવ્યો છે. દુનિયામા આવા અનેક પ્રેમી અમર થઈ ગયા છે. ત્યારે ગુજરાતના ગોધરા શહેરમાં બે પ્રેમીઓએ જે કર્યું તે બતાવે છે કે પ્રેમ હજી જીવે છે.
ગોધરાના સોનીવાડમાં રહેતા નીતિન શર્માને વર્ષ 2008 ના વર્ષે નોકરી દરમિયાન ઊર્મિલા કટારા નામની યુવતી સાથે સંપર્ક થયો હતો. 20 વર્ષના જુવાનિયાઓને નોકરી કરતા કરતા પ્રેમ થયો હતો, બંનેએ એકબીજાને જીવનભર સાથ આપવાનું નક્કી કર્યું. આ બાદ બંનેએ પરિવારને આ વાતની જાણ કરી, તેથી બંનેના પરિવારજનો પણ રાજીના રેડ થઈ ગયા, અને લગ્ન માટે હા પાડી દીધી.
તલાટીની પરીક્ષાના નવા અપડેટ : ડમી ઉમેદવારને પકડવા સરકારે લીધો મોટો નિર્ણય
આ બાદ વર્ષ 2017 માં અચાનક નીતિન શર્માનું બીપી વધી ગયુ હતું, તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો. જ્યા જાણવા મળ્યું કે, તેના શરીરના ડાબા ભાગે કામ કરવાનું બંધ કર્યુ છે, અને તે લકવાગ્રસ્ત થયો છે. આમ, 20 વર્ષીય નીતિન શર્મા એકાએક પથારીવશ બન્યો હતો. આ જાણીને ઊર્મિલા ચિંતિત બની હતી, પરંતુ તે તરત નીતિન પાસે દોડી આવી હતી અને તેને હિંમત આપી હતી.
પ્રેમી પથારીવશ હોવા છતા અને તે ક્યારે સાજો થશે તે વિચાર્યા વગર ઊર્મિલાએ તેનો સાથે આપ્યો. તેણે કહ્યું કે, હુ લગ્ન તો તારી સાથે જ કરીશ. ઊર્મિલાના મક્કમ નિર્ણયને કારણે તેમનો પ્રેમ ટકી રહ્યો.
દ્વારકાધીશ મંદિર પર મોટું સંકટ આવવાની તૈયારી? તૂટી રહ્યાં છે મંદિરના પથ્થરો
આ બાદ વર્ષ 2022 માં તેમના લગ્ન થયા હતા. પરંતુ કહેવાય છે કે, અડગ મનના માનવીને મુશ્કેલીઓ પણ નડતી નથી. તેમ ઊર્મિલાના પ્રેમને કારણે નીતિન પણ જલ્દીથી સાજો થઈ ગયો. આજે નીતિન હરતોફરતો થઈ ગયો છે. તે સ્વતંત્ર રીતે પોતાનો વ્યવસાય પમ કરે છે. ચૈત્રી નવરાત્રીમાં બંને પતિ પત્નીએ પાવાગઢ પગ યાત્રા પણ કરી હાલ બંને હસીખુશીથી પોતાની જિંદગી જીવી રહ્યા છે.
ગુજરાતમાં યુવનોને આવી રહેલા હાર્ટ એટેકનું સાચું કારણ મળ્યું, આ કારણે થાય છે મોત