ઝી મીડિયા/બ્યૂરો :24 ફેબ્રુઆરી, 2020નો દિવસ ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો છે. કારણ કે, પહેલીવાર કોઈ અમેરિકન રાષ્ટ્રપતિ (Trump India Visit) ગુજરાતની ધરતી પર સીધા પધાર્યા છે. સવારથી જ ગુજરાત સમગ્ર વિશ્વમાં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની મુલાકાતની લઈને ચર્ચામાં આવ્યું છે. ગાર્ડ ઓફ ઓનર સાથે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું હતું. જેના બાદ રોડ શોમાં તેમનો કાફલો ગાંધી આશ્રમ પહોંચ્યો હતો. ત્યાર બાદ કાફલો મોટેરા સ્ટેડિયમ પહોંચ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ અને પીએમ મોદી (PM Modi) નો કાફલો મોટેરા સ્ટેડિયમ પહોંચે તે પહેલા જ તેઓની વોર્નિંગ કાર અને પાયલોટ કાર મોટેરા પહોંચી ગઈ હતી. કહેવાય છે કે, સ્ટેડિયમમાં 1 વાગ્યાની આસપાસ સવા લાખ જેટલી ભીડ એકઠી થઈ ગઈ છે. જેઓ ટ્રમ્પના આગમનની રાહ જોઈને બેસ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રમ્પના આવવાના એક કલાક પહેલા જ ખીચોખીચ ભરાઈ ગયું મોટેરા સ્ટેડિયમ


ટ્રમ્પનું સંબોધન 
નમસ્તે કહીને ટ્રમ્પે પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. તેઓ બોલ્યા કે, આ એક ગ્રેટ ઓનર છે. ગ્રેટ ચેમ્પિયન ઓફ ઈન્ડિયા ગણાવ્યા. અમેરિકા ભારતને રિસ્પેક્ટ કરે છે, તથા ભારતીય લોકોને આવકારે છે. પાંચ મહિના પહેલા અમેરિકાએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. ત્યારે આજે ભારતે અમે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં આવકાર્યાં છે. મોટેરા સ્ટેડિયમ બહુ જ સુંદર છે. આ ભવ્ય વેલકમ માટે તમારો આભાર. મારા અને મારા પરિવાર માટે આ ગર્વની બાબત છે. અમે આ સ્વાગત હંમેશા યાદ રાખીશું. તેમણે કહ્યું કે, પીએમ મોદીએ પોતાની જિંદગીમાં ઘણી મહેનત કરી છે અને ચાવાળા તરીકે શરૂઆત કરી. તેમણે પોતાના પિતાની ચાની દુકાન પર કામ કર્યું. પીએમ મોદીને આજે દરેક કોઈ પ્રેમ કરે છે. પરંતુ તેઓ ઘણા ટફ છે. આજે પીએમ મોદી હિન્દુસ્તાનના સૌથી પ્રમુખ નેતા છે, ગત વર્ષે 60 કરોડથી વધુ લોકોએ પીએમ મોદીને વોટ આપ્યા અને સૌથી મોટી જીત અપાવી. તેઓ બોલ્યા કે, પીએમ મોદી આજે ભારતના સક્સેસફુલ લીડર છે. તમે માત્ર ગુજરાતનું જ ગર્વ નથી. 70 વર્ષમાં ભારતનો વિકાસ થયો છે. 20મી સદીમાં આ ઈકોનોમી 6 ગણી વધી છે. ભારતનું પોટેન્શિયલ એક્સિલન્ટ છે.