તૃષાર પટેલ/વડોદરા: આશીર્વાદ લોક કલ્યાણ ટ્રસ્ટના નામે લોકોના ઘરમાં ઘુસી મહિલાઓને નિશાન બનાવી સોનાના દાગીના લૂંટનારા આરોપી લાલાભાઈ ગોસાઈને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો હતો. ટ્રસ્ટના નામે મદદ માટે નાણાં માંગી લોકોના ઘરમાં પ્રવેશી લૂંટ ચલાવવાની મોડસ ઓપરંડીનો ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પર્દાફાશ કર્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાના ગોત્રી વિસ્તારમાં દાન ધર્માદા ઉઘરાવવાના બહાને ઘરમાં પ્રવેશી સોનાના દાગીનાની લૂંટ ચલાવતો આરોપી ભૂતડિઝાપા બસ સ્ટેન્ડથી કરાઈમબ્રાન્ચએ ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછમાં અમદાવાદના જુના વાડજની આશીર્વાદ લોક કલ્યાણ સંસ્થાનું આઈકાર્ડ અને લખાણ લઈ વડોદરા શહેરના અનેક વિસ્તારમાં ફરી ઘરમાં મહિલા એકલી હોવાનો લાભ લઇ લૂંટવાની મોડસ ઓપરન્ડી સાથે ગોત્રી વિસ્તારમાં નિવૃત શિક્ષિકા મહિલાને ઘરમાં એકલી જોઈ  ઘરમાં પ્રવેશી બાથરૂમમાં સાપ હોવાની વાત કહી મહિલા જેવી બાથરૂમ બાજુ ગઈ મહિલાના હાથમાં પહેરેલા સોનાના પાટલા લૂંટી આરોપી ફરાર થયો હતો.


તાપી: આશ્રમ શાળામાં અભ્યાસ કરતા 11 વર્ષના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત


43 વર્ષીય આરોપી લાલભાઈ ગોસાઈ દાગીના સાથે ભાગ્યો હોવાની તાત્કાલિક જાણકારી પોલીસને મળતાજ તપાસનો દોર શરૂ થયો હતો આરોપી લાલાભાઈ 1,17,900ના સોનાના પાટલા સાથે શહેર છોડવાના ફિરાકમાં હતો. પરંતુ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીને બસ સ્ટેન્ડમાંથી ઝડપી પાડ્યો હતો. આ મામલે સયાજીગંજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીને ઝડપી પાડી સયાજીગંજ પોલીસને સોંપ્યો છે.


ફાર્મસીસ્ટનું લાઇસન્સ ભાડે આપી ‘કમાણી’ કરતા 54 ફાર્મસીસ્ટના લાઇસન્સ રદ્દ


પોલીસે ગંભીરતાથી આરોપીની પૂછપરછ શરૂ કરી છે. આ પહેલા કેટલી લૂંટ ચલાવી અને સંસ્થાની આમા સંડોવાયેલી છે કે, કેમ તે દિશામાં તપાસ આરંભી દીધી છે. આરોપી પાસેથી સંસ્થાની પાવતી આઈકાર્ડ અને અન્ય પુરાવા પણ મળી આવ્યા છે. ત્યારે આ આરોપીએ અન્ય શહેરોમાં પણ લોકો સાથે છેતરપિંડી કે લૂંટ કરી હોવાની પોલીસને શંકા છે. પોલીસે તે  દિશામાં પણ તપાસ આરંભી છે.


જૂઓ LIVE TV....



આરોપી અનાથોના ટ્રસ્ટના નામે લોકોના ઘરે જતો હતો અને મોકો જોઈને લૂંટ ચલાવતો હતો અને તેમાં પણ વૃદ્ધોને ટાર્ગેટ કરીને લૂંટનો પ્લાન બનાવી લૂંટને અંજામ આપતો હતો. હાલ તો પોલીસે આ આરોપીને ઝડપી પાડીને ગરીબો અને અનાથોના નામે કેટલા લોકોને પોતાના શિકાર બનાવ્યા છે. તે અંગેની ઉલટ તપાસ હાથ ધરી છે.