જયેન્દ્ર ભોઇ/ગોધરા: શિક્ષકને આપણે જીવનમાં માતા બાદ જીવન ઘડતરમાં સૌથી વધુ મહત્વ આપતા હોઈએ છીએ બાળકો પરિવાર બાદ સૌથી વધુ સમય શિક્ષકની સાથે પસાર કરે છે. ત્યારે આ સમય દરમ્યાન શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સંબંધો પર માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। આ હળાહળ કળયુગમાં શિક્ષકના હોદ્દાને લાંછન લાગે તેવું કામ હાલોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક વિસ્તારમાં થયું છે. જ્યાં એક આધેડ વયના ખાનગી ટ્યુશન ચલાવતા શિક્ષકે 6 વર્ષની પોતાની જ વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાં કર્યાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે.
 
શિક્ષક હવે તેની મર્યાદા રેખા ઓળંગીને સમાજને માટે કલંક બની જતો તેવા કિસ્સાઓ છાસવારે પ્રકાશમાં આવતા હોય છે. આવોજ એક કિસ્સો હાલોલ પંથકમાં બનવા પામ્યો છે. જ્યાં માત્ર 6 વર્ષની બાળકી સાથે એક આધેડ વયના શિક્ષક દ્વારા બિભસ્ત અડપલાં કરવામાં આવ્યા અને આ અડપલાં કરતા સમયે જ બાળકીના દાદી અચાનક આવી જતા શિક્ષકની નીચતા બહાર પડી ગઈ અને વધુમાં દાદી દ્વારા આ મામલે વિરોધ કરવામાં આવતા શિક્ષક દ્વારા દાદી પર હુમલો કરવામાં પણ આવ્યો.


વિચિત્ર કિસ્સો: ખેડૂતને ઝેરીલા સર્પે ડંખ મારતા ગુસ્સામાં આવીને ખેડૂતે સાપને જ બચકા ભર્યા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વ્યભિચારી શિક્ષક હાલોલ જીઆઇડીસી વિસ્તારમાં ખાનગી ટ્યુશન કરાવતો હતો. એ પણ એક નાનકડા મકાનમાં જ્યાં પ્રાથમિક શાળામાં ભણતા બાળકો ટ્યુશન આવતા હતા. જે પૈકી ધોરણ 2માં ભણતી આ બાળકીના પર શિક્ષકની દાનત બગડી અને મોકો જોઈ તેની સાથે બિભસ્ત અડપલાં કરતો હતો. પરંતુ કહેવાય છે કે પાપ નો ઘડો છલકાયા વિના નથી રહેતો એમ આ શિક્ષકની કરતૂત બાળકીના સગા દાદીમાં જે બાળકીને ટ્યુશનમાંથી પરત લેવા ગયા એમની સગી આંખે આ લંપટ શિક્ષકને પોતાની પૌત્રી સાથે અડપલાં કરતા જોઈ ગયા હતા.



ત્યારબાદ દાદીમા દ્વારા આ મામલે શિક્ષકને ખખડાવતા શિક્ષક દ્વારા દાદીમા પર હુમલો કરવામાં પણ આવ્યો જેથી દાદીમા દ્વારા તરતજ હાલોલ પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવાઇ જ્યાં પોલીસે આ દુરાચારી શિક્ષક સામે પોક્સો હેઠળ ગુન્હો નોંધી તેમજ દાદીમા પર હુમલો કરવા માટે 323ની કલમ હેઠળ પણ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અને પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાંજ દુરાચારી શિક્ષકને ઝડપી પાડ્યો હતો.