જર્મનીથી આવેલી લેડર મુંબઈ પોર્ટ પર ધૂળ ખાતી હતી, ત્યારે ફાયર બ્રિગેડને જલ્દી મંગાવવુ કેમ ન સૂઝ્યુ
આગકાંડ બાદ હવે સુરતનું તંત્ર સફાળુ જાગ્યું છે. સુરત ફાયર વિભાગને નવી લેડર મળી છે. પણ મહત્વની વાત તો એ છે કે, આ લેડર છેલ્લાં સાત-આઠ દિવસથી મુંબઈ પોર્ટ પર જર્મનીથી આવી ગઈ હતી, પણ ધૂળ ખાતી પડી હતી. સુરત આગકાંડ બન્યા બાદ તેને મુંબઈથી તાત્કાલિક ધોરણે મંગાવવામાં આવી હતી.
અમદાવાદ :આગકાંડ બાદ હવે સુરતનું તંત્ર સફાળુ જાગ્યું છે. સુરત ફાયર વિભાગને નવી લેડર મળી છે. પણ મહત્વની વાત તો એ છે કે, આ લેડર છેલ્લાં સાત-આઠ દિવસથી મુંબઈ પોર્ટ પર જર્મનીથી આવી ગઈ હતી, પણ ધૂળ ખાતી પડી હતી. સુરત આગકાંડ બન્યા બાદ તેને મુંબઈથી તાત્કાલિક ધોરણે મંગાવવામાં આવી હતી.
સુરત આગના બનાવ બાદ સર્વત્ર એક જ સવાલ પૂછાઈ રહ્યો છે કે, સુરત ફાયરબ્રિગેડ પાસે લેડર કેમ ન હતી. એક તો ફાયર બ્રિગેડ આગ લાગ્યા બાદ મોડું પહોંચ્યું, તેમાં પણ તેમની પાસે પૂરતી સુવિધા ન હોવાથી 22 જેટલા વિદ્યાર્થીઓનો જીવ ગયો. ત્યારે રવિવારે સુરતમાં આવી ગયેલી ટર્ન ટેબલ લેડર ચર્ચામાં આવી છે. આ ટર્ન ટેબલ લેડર માત્ર દોઢ જ મિનીટમાં 16 માળ સુધી પહોંચી શકે છે. જેથી રેસક્યુ કામગીરી ઝડપથી થાય.
અમદાવાદની આ ઓરડી સાથે PM મોદીને છે ખાસ નાતો, જાણો શું છે રસપ્રદ વાત
આગકાંડ બાદ મુંબઈથી સુરત મંગાવાઈ
આ લેડર જર્મનીથી ખાસ મંગાવવામાં આવી છે, જેનો ઓર્ડર 2017માં અપાયો હતો. લેડર જર્મનીથી આવી પણ ગઈ હતી. છેલ્લા છ-સાત દિવસથી આ લેડર મુંબઈ પોર્ટ પર ધૂળ ખાતી પડી રહી હતી. તે 1 જૂનના રોજ આવવાની હતી, પણ સુરત ઘટના બાદ તેને તાત્કાલિક મંગાવી લેવામાં આવી હતી. આ ટર્ન ટેબલ લેડર બાય રોડ સુરતના હજીરા પોર્ટ ખાતે મોકલી દેવાઈ હતી. પણ, જો ફાયર બ્રિગેડે તેનુ મહત્વ સમજી લીધું હોત તો જે લેડર તાત્કાલિક ધોરણે એક-બે દિવસમાં આવી શકે છે, તે પહેલા પણ આવી શકી હોત. જો આ કામમાં આળસ કે ઢીલાશ રાખવામાં ન આવી હોત, તો આજે આ જ લેડરનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓનો જીવ બચાવી શકાયો હોત. પણ, ફાયરબ્રિગેડને આ કામ પહેલા કરવાનુ ન સૂઝ્યું, જેને પરિણામ આ આધુનિક લેડર મુંબઈ પોર્ટ પર ધૂળ ખાતી પડી રહી, પણ સુરત આગકાંડમાં કામમાં ન આવી.
મહત્વની બાબત તો એ છે કે, ફાયર બ્રિગેડની ટીમને આ લેડર આવ્યા બાદ તેની તાલીમ આપવામાં આવશે. સુરત શહેરના બે ફાયર ઓફિસર જગદીશ પટેલ અને ઈશ્વર પટેલ તેને ઓપરેટ કરવાની ટ્રેનિંગ આપશે.
બહાર જવાનું પ્લાનિંગ કરતા હોય તો રોકાઈ જાઓ, આગામી એક સપ્તાહ ભડકે બળશે ગુજરાત
ટર્ન ટેબલ લેડરની ખાસિયત
- હોનારત સમયે આ લેડર માત્ર દોઢ જ મિનીટમાં 16 માળ સુધી સડસડાટ પહોંચી શકે છે
- જર્મનીથી મંગાવવામાં આવેલ આ લેડરની કિંમત 8 કરોડ રૂપિયા છે
- તેમાં દાદરની જેમ પગથિયા હોવાથી દુર્ઘટના સમયે ફસાયેલી વ્યક્તિ સરળતાથી નીચે ઉતરી શકે છે.
- આ લેડર 360 ડિગ્રી જરૂરિયાત મુજબ રોટેટ કરી શકાય છે
- આ લેડરને હાઈડ્રોલિક પ્લેટફોર્મની જેમ વારંવાર નીચે લાવવાની જરૂર પડતી નથી
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV