આ શું? ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનમાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે આ પદાર્થ, લોકોનો જીવ જોખમમાં!
વડોદરામાં સસ્તા અનાજની દુકાનમાં ખુલ્લેઆમ ટર્પેન્ટાઈનનું વેચાણ. લોકોના જીવને જોખમમાં મુકનાર જ્વલનશીલ પદાર્થનું બિન્દાસ્ત વેચાણ થતું હોવાનો ખુલાસો. ZEE 24 કલાકમાં અહેવાલ બાદ પોલીસે દુકાન પર પહોંચી સામાન કર્યો જપ્ત.
રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરા શહેરમાં સસ્તા અનાજની દુકાનથી અનાજ ના મળે, પરંતુ આ દુકાનમાંથી ટર્પેન્ટાઈન ચોકસ મળી જાય છે. અકોટા વિસ્તારના સસ્તા અનાજના દુકાનદાર ગેરકાયદેસર રીતે ટર્પેન્ટાઇલ વેચતા પકડાયા છે. બે વર્ષથી દુકાનદાર ટર્પેન્ટાઇલ વેચતો હોવાની માહિતી સામે આવતા પુરવઠા વિભાગ સામે સવાલ ઊભા થયા છે.
'અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરીનું પોલીસે કાઢ્યુ સરઘસ'; પ્રતાપ દૂધાતનો મોટો આરોપ
કેરોસીન બંધ થયા બાદ સસ્તા અનાજની દુકાનદાર નવો કીમિયો અજમાવી કોઈપણ પ્રકારની મંજૂરી વગર ટરપેન્ટાઈલ કે જે સ્ટવ સળગાવવાના ઉપયોગમાં લેવામાં આવે છે તેનું જાહેરમાં ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે. દુકાનદાર ભરત પ્રજાપતિ પોતાની સાથે સાથે લોકોના જીવને પણ જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે તેમના દ્વારા આ જવલનશીલ ટરપેન્ટાઈલ વેચવા માટે કોઈપણ પ્રકારની કોઈની પણ પાસેથી મંજૂરી લેવામાં આવી નથી અને તેઓ છેલ્લા કેટલાય સમયથી આ જ્વલંતશીલ પદાર્થ ટર્પેન્ટાઈલનું વેચાણ કરી રહ્યા છે.
છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 35 હજારથી વધુ શાળાઓનુ એક્રેડિટેશન; ગુણોત્સવ 2.0નો પ્રારંભ
વેપારી ટરપેન્ટાઇલ 80 રૂપિયે લીટર લોકોને વેચી રહ્યા છે. ત્યારે આ રીતે ગેરકાયદેસર રીતે જાહેરમાં વેચતા પોલીસ અને પુરવઠા વિભાગની કામગીરી પણ શંકાના દાયરામાં આવી છે. પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવતા ચેકિંગ અને ઓડિટ પર પણ અનેક સવાલ ઊભા થયા છે…સસ્તા અનાજની દુકાનદારને જોઈને આસપાસના પ્રોવિઝન સ્ટોર સંચાલકો પણ આ ટર્પેન્ટાઇલ વેચવા લાગ્યા છે...ઝી 24 કલાકે સમગ્ર મામલે વેપારીઓને પૂછતા તેવો બિન્દાસ્ત રીતે ટર્પેન્ટાઇલ કોઈપણ ડર વિના વેચતા હોવાની કબૂલાત પણ કરી રહ્યા છે.
ઘાટલોડિયાની નાલંદા સ્કૂલ ફરી વિવાદમાં! ફોર્મ ઘરે રહી જતા શિક્ષકે માર્યો ઢોર માર
જાહેરમાં વેપારીઓ દ્વારા ટરપેન્ટાઇલ વેચતા હોવાનું ધ્યાને આવતા ઝી 24 કલાકે અહેવાલ પ્રસારિત કર્યો. ઝી 24 કલાકના અહેવાલ બાદ પુરવઠા અને પોલીસ વિભાગ જાગ્યું. પુરવઠા વિભાગે સસ્તા અનાજની દુકાનમાં દરોડા પાડી 70 લીટર ટર્પેન્ટાઇલ જપ્ત કર્યું, જ્યારે પોલીસે પણ પ્રોવિઝન સ્ટોરની દુકાનમાં દરોડા પાડી ટાર્લેન્ટાઇલ ભરેલા બે કેરબા જપ્ત કર્યા…પુરવઠા વિભાગ દ્વારા તાત્કાલિક પુરવઠા નિરીક્ષક સહિત ત્રણ અધિકારીઓને સસ્તા અનાજની દુકાન પર તપાસ માટે મોકલવામાં આવ્યા. જોકે પુરવઠા અધિકારી દુકાન પર પહોંચે તે પહેલા જ દુકાનદાર દ્વારા પુરવઠો સગેવગે કરી દેવામાં આવ્યો હતો. પરંતુ અધિકારી દ્વારા દુકાનદારનું નિવેદન લઈ સગેવગે કરેલ તમામ કેરબા પરત મંગાવી જથ્થો સીઝ કર્યો હતો.
ગુજરાતમાં IPS બાદ 2016 અને 2021 બેન્ચના 21 IAS અધિકારીઓને પ્રમોશન, કોણ છે લિસ્ટમાં..
પુરવઠા નિરીક્ષકે કહ્યું કે મંજૂરી વગર ગેરકાયદેસર રીતે દુકાનદાર ટર્પેન્ટાઇલ વેચી રહ્યો હોવાનું સામે આવ્યું છે જેનો રિપોર્ટ જિલ્લા પુરવઠા અધિકારીને કરીશું. જિલ્લા પુરવઠા અધિકારી રિપોર્ટ આધારે કાર્યવાહી કરશે. જ્યારે પોલીસે પ્રોવિઝન સ્ટોર પરથી જપ્ત કરેલ ટર્પેન્ટાઇલ તપાસ માટે FSL માં મોકલ્યો છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ દુકાનદાર સામે વધુ કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાતીઓની કમર તૂટી! ગુજરાત ગેસે વધાર્યો CNGનો ભાવ, જાણો હવે કેટલા રૂપિયે મળશે?
મહત્વની વાત છે કે વડોદરામાં શહેર જિલ્લામાં કુલ પુરવઠા વિભાગના હાથ નીચે 750થી લઈ 800 જેટલા દુકાનદારો છે કે જે લોકો સુધી અનાજ પહોંચાડે છે. ત્યારે આ તો એક દુકાનદારની વાત ધ્યાને આવી છે તો પુરવઠા વિભાગ લોકોના હિતને ધ્યાને રાખી અન્ય દુકાનદારોને ત્યાં પણ તપાસ કરી કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.