કોરોનાના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
કોરોના (Corona Virus) ના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓને હવે ટીવી ચેનલના માધ્યમથી રિવીઝન કરાવવામાં આવશે. ધોરણ 7, 8, 9 અને 11 વિદ્યાર્થીઓને રોજ 1 કલાક કોચિંગ આપવામાં આવશે. હાલ કોરોનાને કારણે એક્ઝામ સમયે વેકેશન ભોગવી રહેલા વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઝી મીડિયા/બ્યૂરો :કોરોના (Corona Virus) ના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓને હવે ટીવી ચેનલના માધ્યમથી રિવીઝન કરાવવામાં આવશે. ધોરણ 7, 8, 9 અને 11 વિદ્યાર્થીઓને રોજ 1 કલાક કોચિંગ આપવામાં આવશે. હાલ કોરોનાને કારણે એક્ઝામ સમયે વેકેશન ભોગવી રહેલા વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોનાને કારણે ફિલીપાઈન્સ જલ્દી જ થશે લોકડાઉન, ફસાયા છે અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ
કોરોના વાયરસ હવે ભારતમાં સ્ટેજ 3માં આવી રહ્યું છે. ત્યારે કોરોનાના આ સ્ટેજને કન્ટ્રોલમાં મૂકવુ મુશ્કેલ બની જશે. ત્યારે કોરોના હવે ભારતમાં હાહાકાર સર્જશે. ગુજરાતમાં હજુ સુધી કોરોના વાયરસ પ્રવેશ્યો નથી, પરંતુ ગુજરાત સરકાર દ્વારા શક્યત તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. સ્કૂલ-કોલેજોમાં વેકેશન આપી દેવાયું છે. તેમ છતા વિદ્યાર્થીઓનું ભાવિ ન બગગે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં શાળાઓ 29 માર્ચ સુધી બંધ રહેવાની છે. પરંતુ ટીવી ચેનલ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી શકાશે.
શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી, વીરપુરમાં રસ્તા પરથી મળી બોર્ડના વિદ્યાર્થીઓએ આપેલી ઉત્તરવહી
રાજ્યના 7થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને મહત્વના વિષયોનું રિવીઝન કરાવાશે. આ રિવીઝન એક્સપર્ટસ ટિચર્સ દ્વારા જ કરાશે. 19 માર્ચથી એટલે કે આવતીકાલથી જ આ રિવીઝન કરાવવામાં આવશે. ધોરણ 7 થી 9માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા વિષયો આવરી લેવામાં આવશે. તો ધોરણ 11માં ફિઝીક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, એકાઉન્ટ જેવા વિષયોનો અભ્યાસ કરાવાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...