અમદાવાદ : ગણતરીના મહિનાઓ પહેલાં બહુ ગાજેલ પારુલ યુનિવર્સિટી રેપકાંડમાં નવો અણધાર્યો વળાંક આવ્યો છે. હાલમાં ગુજરાત હાઇકોર્ટે રેપ કેસના આરોપી અને પારુલ યુનિવર્સિટીના 68 વર્ષીય ટ્રસ્ટી જયેશ પટેલના તબીબી કારણોસર ખાસ સર્જરી કરાવવાની હોવાથી 21 દિવસના જામીન મંજૂર કર્યા છે. જોકે આ મામલાની કાયદાકીય તપાસમાં કોઈ ગરબડ ન થાય એ માટે જામીન અરજી મંજૂર કરતાં જસ્ટિસ પી.પી. ભટ્ટે રેપ પીડિતા સહિતના સાક્ષીઓને પોલીસ પ્રેટેક્શન પૂરું પાડવા માટે અને પૂરાવાઓ સાથે કોઇપણ પ્રકારની છેડછાડ ન કરે તેની ખાતરી કરવા આદેશ આપ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઇ-વે પર ટ્રાવેલ કરતા હો તો 'આ' ટોલ ફ્રી નંબર પાસે રાખવાથી થશે મોટા ફાયદા


કોર્ટે આ જામીન આપતા પહેલા કોર્ટમાં ડિપોઝીટ પેટે 10 લાખ રૂ. જમા કરાવવાની શરત મૂકી છે જેથી શરતોનો ભંગ થાય એ સ્થિતિમા આ રકમ જપ્ત થઈ શકે. આ સર્જરી ચેન્નાઈમાં કરાવવાની હોવાથી જામીન મંજૂર કરતી વખતે હાઇકોર્ટે જયેશ પટેલને ગુજરાતમાં ન પ્રવેશવાના આદેશ આપ્યો છે. કોર્ટે આરોપીને જામીન દરમિયાન મોબાઇલ ફોન, પેજર કે લેપટોપનો ઉપયોગ ન કરવા આદેશ આપ્યો છે.


પારુલ યુનિવર્સિટીમાં 22 વર્ષની નર્સિંગની વિદ્યાર્થિનીએ જયેશ પટેલ પર રેપનો આરોપ લગાવ્યો હતો, જુલાઇ 2016થી આરોપી જયેશ પટેલ જેલના સળિયા પાછળ છે. જયેશ પટેલે રેગ્યુલર જામીન માંગ્યા હતા, પરંતુ હાઇકોર્ટે જયેશ પટેલ વિરુદ્ધ ટ્રાયલની પ્રક્રિયા ઝડપી કરવા ટ્રાયલ કોર્ટને નિર્દેશ આપ્યા હોવાથી જયેશ પટેલના સલાહકારે રેગ્યુલર જામીન માટે અરજી ન કરતા તબીબી સારવાર કરવાના કારણોસર જામીન માગ્યા છે.