રક્ષિત પંડ્યા, રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના અધ્યાપક ડો. હરેશ ઝાલાની વિદ્યાર્થીની પાસે બિભત્સ માંગણી કરતો વાઇરલ ઓડિયો ક્લિપ મામલે નવો વળાંક સામે આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ સમક્ષ યુવતિ અને પ્રોફેસર ડો. હરેશ ઝાલાએ અરજી આપી આ ઓડિયો ક્લિપ બોગસ હોવાનું જણાવ્યું હતું. આ અરજીમાં પ્રોફેસરનું સસ્પેન્શન પરત ખેંચવા માંગ કરવામાં આવી છે. આ સંજોગોમાં સમગ્ર મામલે કુલપતિએ નિવેદન આપતા જણાવ્યું હતું કે પ્રોફેસર અને યુવતીની અરજી વુમન્સ સેલને મોકલી આપવામાં આવી છે જેની તપાસ વુમન્સ સેલ કમિટી દ્વારા કરવામાં આવશે. આ કમિટીની તપાસ બાદ યુનિવર્સિટી દ્વારા આગળ કાર્યવાહી કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃદ્ધે સાતમા માળથી મારી મોતની છલાંગ, નીચે ભરાયું લોહીનું ખાબોચિયું


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજ શાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો.હરેશ ઝાલાની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ હતી. આ ઓડિયો ક્લિપમાં એક યુવતીને PhD કરાવવાની અને પ્રોફેસર બનાવવાની લાલચ આપી શરીર સુખની માંગ કરવામાં આવી હતી. માત્ર એટલું જ નહિ, પ્રોફેસર દારૂના નશામાં ધૂત થઈ બિભત્સ વાતો કરતો સાંભળવા મળે છે. પ્રોફેસર ઝાલા દારૂ પીવાની ટેવ ધરાવતા હતા. હાલ સમગ્ર ભાંડો ફૂટતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર ઝાલા હાજર ન રહેતા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા તેમજ યુનિવર્સિટીએ ઝાલાની ચેમ્બર સીલ કરી દીધી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રોફેસરની કથિત ઓફિયો ક્લિપ મામલે યુનિવર્સિટી દ્વારા પ્રોફેસર હરેશ ઝાલાને સસ્પેન્ડ કરી દીધા હતા.


બિલ્ડર વિપુલ પટેલ સામે નોંધાઇ વધારે એક ફરિયાદ, 28 લાખનો ચુનો ચોપડ્યોં


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અગાઉ બે પ્રોફેસરો પીએચડીની લાલચ આપીને વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તન કરી ચૂક્યા છે. આવા એક કેસમાં બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર નિલેષ પંચાલે વિદ્યાર્થિની સાથે ગેરવર્તન કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકે તેમને ડિસમિસ કર્યા છે. બીજા અર્થશાસ્ત્ર વિભાગના પ્રોફેસર ડોક્ટર રાકેશ જોષી છે. તેમણે એક વિદ્યાર્થીનીને બળજબરીથી ચુંબન કરવાની કોશિશ કરી હતી. આ કેસમાં યુનિવર્સિટી દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેનો કેસ હાલ ચાલુ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક..