અમદાવાદ :અમેરિકાની પેપ્સી-કો કંપનીએ ગુજરાતના બટાકા પેદા કરતાં 4 ખેડૂતો પર કેસ કર્યો છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં બટાકા પકવતા ચાર ખેડૂતો સામે પેપ્સીકો કંપનીએ દાવો કર્યો છે. બટાકાના બિયારણના કોપીરાઈટ ભંગ મુદ્દે એક-એક કરોડનો કંપનીએ ખેડૂત સામે દાવો કર્યો છે. કમર્શિયલ કોર્ટમાં અગામી સુનાવણી 12 જુને કોર્ટમાં હાથ ધરાશે. ત્યારે શુ છે આ મામલો જાણો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"212343","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Pepsico55.jpg","field_file_image_title_text[und][0][value]":"Pepsico55.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Pepsico55.jpg","field_file_image_title_text[und][0][value]":"Pepsico55.jpg"}},"link_text":false,"attributes":{"alt":"Pepsico55.jpg","title":"Pepsico55.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


અમેરિકાની પેપ્સીકો ઈન્ડિયા હોલ્ડિંગ પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ ગુજરાતના ચાર ખેડૂતો પર આક્ષેપ કર્યો છે કે, તેઓ પેપ્સીકો કંપનીએ વિકસાવેલી બટાટાની વિશેષ જાતનું બિયારણ વાવીને ખેતી કરે છે અને એવો દાવો કર્યો છે કે, ખેડૂતો ગેરકાયદેસર રીતે તેની આ બટાટાની જાતની ખેતી કરે છે. ત્યારે કંપનીએ ગેરકાયદેસર ખેતી કરવા નાના ખેડૂતો પર પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટી અને ફાર્મર્સ રાઈટ્સ એક્ટ, 2001 અંતર્ગત કેસ કર્યા છે. કંપનીએ કોર્ટને જણાવ્યું કે, જો ખેડૂતો કંપની પાસેથી બટાટાનુ બિયારણ ખરીદે અને કંપનીને જ બટાટા વેચવા તૈયાર હોય તો ખેડૂતો સામે થયેલા કેસો પાછા ખેંચવા તૈયાર છે. ગઈકાલે કમર્શિયલ કોર્ટમાં થયેલી સુનવણી દરમિયાન પેપ્સીકો કંપનીએ ખેડૂતોને કોર્ટ બહાર સમાધાન કરવાની ઓફર મૂકી છે. આ ચાર ખેડૂતો વતી આનંદ યાજ્ઞિકે કોર્ટમાં વકાલતનામું રજૂ કર્યુ હતું. આ કેસની આગામી સુનાવણી 12 જૂનનાં રોજ રાખવામાં આવી છે.


[[{"fid":"212344","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Pepsico33.jpg","field_file_image_title_text[und][0][value]":"Pepsico33.jpg"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Pepsico33.jpg","field_file_image_title_text[und][0][value]":"Pepsico33.jpg"}},"link_text":false,"attributes":{"alt":"Pepsico33.jpg","title":"Pepsico33.jpg","class":"media-element file-default","data-delta":"2"}}]]


ત્યારે આ મામલે ભારતીય કિસાન સંઘનાં વાઇસ પ્રેસિડેન્ટ અંબુભાઇ પટેલે જણાવ્યું કે, કંપની આવા કેસો કરીને ખેડૂતોને ભયમાં રાખવા માંગે છે પણ અમે ખેડૂતોની પડખે ઊભા છીએ અને ખેડૂતોએ ડરવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે, પેપ્સીકોએ દુનિયામાં સેંકડો ખેડૂતો પર આવા દાવા કર્યા છે. ત્યારે ગુજરાતના ખેડૂત સંગઠનોએ કંપની સામે લડી લેવા માટે 24 એપ્રિલ 2019થી આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. 


[[{"fid":"212345","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Pepsico2.jpg","field_file_image_title_text[und][0][value]":"Pepsico2.jpg"},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Pepsico2.jpg","field_file_image_title_text[und][0][value]":"Pepsico2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"Pepsico2.jpg","title":"Pepsico2.jpg","class":"media-element file-default","data-delta":"3"}}]]


લોકોએ ટ્વિટર પર રોષ ઠાલવ્યો
ગુજરાતના 4 ખેડૂત સામે 1 કરોડની નુકસાનીનો દાવો માંડનારી પેપ્સીકોનો ટ્વિટર પર ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. પેપ્સિકોએ અમદાવાદની કોમર્શિયલ કોર્ટમાં દરેક ખેડૂત સામે રૂ. 1-1 કરોડની નુકસાની માંગી છે, જે મોડાસાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તમામ સામે કરેલા પ્રત્યેક રૂ. 20 લાખના નુકસાનીના દાવા ઉપરાંત છે. હવે આ સમાચાર ફેલાતાં જ દેશભરમાં ટ્વીટરનો ઉપયોગ કરનારાઓએ પેપ્સિકો સામે ઉગ્ર રોષ ઠાલવ્યો છે. દેશના ગરીબ ખેડૂતોને ખાવાના સાંસા છે ત્યાં તેમની પર આમ 1-1 કરોડનો દાવો માંડીને પેપ્સિકોએ પોતાની બેશરમીનું સૌથી મોટું ઉદાહરણ આપ્યું હોવાની લાગણી વ્યક્ત કરતા ટ્વીટરાઈટ્સે હવેથી પેપ્સીની તમામ બ્રાન્ડ અને પ્રોડક્ટનો બહિષ્કાર કરવાની ધમકીઓ પણ આપી છે. આ મામલે હવે વધુ સુનાવણી હવે અગામી 12 જુને કોર્ટમાં હાથ ધરાશે.