Loksabha Election 2024 : લોકસભા ચૂંટણીમાં ગુજરાતના રાજકારણમાં બરાબરનો ગરમાવો આવ્યો છે. ટેકનોલોજીનો સમય છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઓનલાઈન વોર જામી છે. સોશિયલ મીડિયા પર નેતાઓ વચ્ચે યુદ્ધ જામ્યું. ભાજપના ભરતી મેળા અને ભાજપમા આંતરિક વિરોધને પગલે કોંગ્રેસમાં ગેલમાં આવી ગયું છે. ત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સામે ટ્વીટ કર્યું. ત્યારે કોંગ્રેસના પરેશ ધાનાણીના ટ્વીટનો જવાબ ભાજપે આપ્યો. ધાનાણીના ટ્વીટનો જવાબ યજ્ઞેશ દવેએ સોશિયલ મીડિયા પર આપ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ મીડિયામાં પરેશ ધાનાણી vs યજ્ઞેશ દવે 
લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટ્વિટર વોર કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ભાજપમાં કકળાટ અને કોંગ્રેસ ટનાટન છે. ધાનાણીએ ટ્વીટ કરી ભાજપ પર પ્રહાર કર્યો હતો. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટ્વિટર વોર કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે "કમલમ" માં કકળાટ, જ્યારે "કોંગ્રેસ" ટનાટન છે. 2004 નુ પુનરાવર્તન પાક્કુ.! 


કમલમમાં કકળાટ, જ્યારે કોંગ્રેસ ટનાટન છે! સાબરકાંઠા બાદ વિજાપુરમાં વિરોધ ઉઠ્યો


ધાનાણીના પ્રહાર સામે ભાજપનો વળતો પ્રહાર
કોંગ્રેસ ટના ટન નહિ કોંગ્રેસ " ના " પાડવામાં ટના ટન અને કોંગ્રેસની મજબૂરીઓ પણ ટના ટન. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ના હોમ ટાઉન ભાવનગર અને સ્વ. અહેમદ પટેલના હોમ ટાઉન ભરૂચ સીટ જેલથી સરકાર ચલાવનાર ના શરણમાં મુકવી પડી. રાજકોટથી પરેશ ધાનાની ની ટનાં ટન  "ના ". અમરેલીથી પ્રતાપ દુધાત ની ટનાં ટન "ના". અમદાવાદ પુર્વથી રોહન ગુપ્તા ની ટનાં ટન "ના". આણંદથી ભરત સોલંકી ની ટનાં ટન "ના". પાટણથી જગદીશ ઠાકોરની ટનાં ટન "ના". અમદાવાદ પુર્વથી હીંમતસિહ પટેલ ની ટનાં ટન "ના". અમદાવાદ પશ્ર્ચિમથી શૈલેષ પરમાર ની ટનાં ટન "ના"


કમલમમાં પાટીલનો ક્લાસ, એક સવાલ પર ચૂપ રહ્યાં નેતાઓ, કોઈ કંઈ ન બોલ્યું