અમદાવાદઃ આઠમાં નોતરે રાજ્યમાં બે અકસ્માતોની ઘટના બની છે. આ બંન્ને ઘટનામાં બે-બે લોકોના મોત થયા છે. પ્રથમ ઘટના બનાસકાંઠા પાસેની છે. જ્યાં એક પૂરઝડપે આવેલી કારે અડફેડે લેતા બે મહિલાના મોત થયા છે. તો રાજકોટ-ચોટીલા હાઈવે પર માતાજીને નિવેદ કરવા જતા બે સગા ભાઈઓના મોત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ-ચોટીલા માર્ચ પર બેટી પૂલ પર અકસ્માત સર્જાયો હતો. માતાજીના નૈવેધ કરવા જતા બે ભાઈઓને અકસ્માત નડ્યો હતો. જેમાં ઘટનાસ્થળે બંન્ને ભાઈઓના મોત થયા છે. 


તો બીજીતરફ પાલનપુરના આબુ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. કાર ચાલકે એક બાઇકને અડફેટે લેતા બે મહિલાના મોત થયા છે. આ બંન્ને મહિલાને ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ઘટના બાદ કાર ચાલક નાશી છૂટ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


[[{"fid":"186591","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]