મુસ્તાકદલ, જામનગર: જામનગર (Jamnagar) સહિત રાજયભર (Gujarat) માં ચકચાર મચાવનાર જી.જી.હોસ્પિટલ (GG Hospital) માં મહિલા કર્મચારીઓ પર જાતીય સતામણી (Sexual harassment) ની ઘટનામાં આખરે ન્યાયની જીત થતા પોલીસ (Police) વિભાગ દ્વારા પીડિત મહિલાની ફરિયાદ નોંધી સમગ્ર ઘટનાના મુખ્ય આરોપી સહિત અન્ય એક વ્યક્તિની સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સમગ્ર મામલામાં પીડિતોને ન્યાય મળે અને પોલીસ ફરિયાદ નોંધાય તે માટે વિવિધ રાજકીય પક્ષો અને મહિલા સંસ્થાઓ પણ મેદાનમાં ઉતરી હતી. ત્યારે અંતે એક સપ્તાહના લાંબા સમયગાળા બાદ ન્યાયની જીત થતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધ્યા બાદ આગળની કાર્યવાહી હાથ કરવામાં આવી રહી છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મંજૂર થયા બાદ વધુ ચોંકાવનારા ખુલાસાઓ આ સમગ્ર ઘટનામાં સામે આવે તેવી સંભાવના છે.

સંસ્કારીનગરીમાંથી ઝડપાયું હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટ, ફોટા બતાવીને ચેટિંગ પર નક્કી થતા હતા ભાવ


જામનગર (Jamnagar) ની જી.જી હોસ્પિટલ (GG Hospital) ખાતે એક સપ્તાહ અગાઉ મહિલા એટેનડેન્ટ કર્મચારીઓ સાથે જાતીય સતામણી થતા હોવાનો ઘટસ્ફોટ થતાંની સાથે જ રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી હતી અને ગુજરાતના મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી દ્વારા સમગ્ર મામલે તટસ્થ તપાસ થાય તે માટે જિલ્લા કલેકટરને આદેશ કરતાં ત્રણ સભ્યોની તાત્કાલિક ટીમ સમગ્ર તપાસ માટે રચવામાં આવી. જેના પગલે તપાસ સમીતીના 3 સભ્યો દ્વારા થોડા દિવસો પહેલા પીડિત મહિલાઓના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

38 વર્ષ જૂની હોનારતને યાદ કરી હજુ હિબકે ચડે છે ગ્રામજનો, દર વર્ષે પાળે છે સ્વયંભૂ બંધ


જયારે જામનગર (Jamnagar) ના સાંસદ તેમજ બંને મંત્રીઓ દ્વારા પણ આ સમગ્ર મામલે દોષિતો વિરુદ્ધ કાર્યવાહી થાય અને પીડિત મહિલાઓને ન્યાય મળે તે તે માટે સમગ્ર મામલામાં તપાસ થાય તે અંગે સુચનાઓ પણ આપવામાં આવી હતી અને જો સમગ્ર ઘટનામાં ગુણ દોષ જણાય તો દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી પણ આશ્વાસન આપવામાં આવ્યું હતું.


જ્યારે જામનગર (Jamnagar) સહિત ગુજરાતભરમાં ચકચાર મચાવનાર આ સમગ્ર મામલે દોષિતોએ પોતાના પર પોલીસ ફરિયાદ ન થાય અને સમગ્ર ઘટનાનો ઢાંકપિછોડો કરી પોતાનો બચાવ થાય તે અંગે ઘણા ધમપછાડા પણ કરવામાં આવ્યા હતા. તેમ છતાં સતત એક સપ્તાહની લાંબી લડાઈમાં વિવિધ રાજકીય પક્ષો અને જામનગર મહિલા ન્યાય મંચના બહેનો દ્વારા પણ આવેદનપત્ર પાઠવી તેમજ ધરણા કર્યા હતા.

Ahmedabad: લગ્ને લગ્ને કુંવારા એક વ્યક્તિએ 3-3 મહિલાઓની જિંદગી સાથે રમત રમી, શારિરીક સંબંધ બાંધી કરાવ્યો ગર્ભપાત


સમગ્ર મામલે પીડિત મહિલાઓને ન્યાય મળે અને દોષિતો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ તે અંગે આંદોલનો પણ કરવામાં આવ્યા અને આખરે ન્યાયની જીત થઈ તેમજ સમગ્ર મામલે એક સપ્તાહ બાદ પોલીસ ફરિયાદ નોંધી પોલીસ દ્વારા મુખ્ય આરોપી સહિત અન્ય એકની ધરપકડ કરી આ મામલે વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


જામનગર (Jamnagar) ના એએસપી નીતીશ પાંડેએ આજે આ સમગ્ર મામલે વિગતો આપતા જણાવ્યું કે આ મામલે સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. કલેક્ટર દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની કમિટીના રિપોર્ટ બાદ કોવિડ હોસ્પિટલનાં HR મેનેજર એલ.બી પ્રજાપતિ અને એટેન્ડન્ટ સુપરવાઇઝર અકબરઅલી વિરુદ્ધ આઇપીસી 354 A અને B 114 અને 509 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે હાલ તો બંન્ને આરોપીઓને ઝડપી પાડ્યા છે.


અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે કોરોનાના સેકન્ડ વેવ (Second Wave) દરમિયાન જામનગર (Jamnagar) ની સરકારી હોસ્પિટલમાં બે હજાર કરતા વધારે દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમની દેખરેખ માટે 500 કરતા વધારે એટેન્ડન્ટ્સની નિમણૂંક કરવામાં આવી હતી. આ એટેન્ડેન્ટ પૈકી કેટલીક મહિલાઓનું તેમના જ સુપરવાઇઝર દ્વારા શારીરિક શોષણ થતા હોવાનાં ચોંકાવનારા આક્ષેપો કરવામાં આવ્યા હતા.

Love Jihad: ફરમીનબાનુએ કહ્યું પતિ ઉત્કર્ષને છે જીવનું જોખમ, પોલીસ રક્ષણની કરી માંગ


સુપર વાઇઝર દ્વારા વારંવાર શારીરિક સંબંધો રાખવા માટે દબાણ કરાતું હતું. જો મહિલા એટેન્ડન્ટ તૈયાર ન થાય તો તેને નોકરીમાંથી છુટી કરી દેવા સુધીની ધમકીઓ સુપરવાઇઝર દ્વારા આપવામાં આવતી હતી. આ ચકચારી કેસમાં મહિલાઓનાં આક્ષેપ બાદ વાત છેક મુખ્યમંત્રી (CM) સુધી પહોંચી હતી. અને આ અંગે પોલીસે ગુન્હો નોંધી હજુ આ પ્રકરણમાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.


જ્યારે આ સમગ્ર ઘટનામાં ઝી 24કલાક દ્વારા પણ પ્રારંભથી જ સંપૂર્ણ સચોટ અને તટસ્થ અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે મીડિયાએ પણ આ સમગ્ર કેસમાં પીડિત મહિલાઓને ન્યાય મળે અને પોલીસ ફરિયાદ નોંધાઇ તે માટે પોતાનું દાયત્વ નિભાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube