આશ્કા જાની, અમદાવાદ: શહેરમાં દારૂ કે પછી ડ્રગ્સની સાથે હવે નશાકારક દવાઓનું સેવન પણ વધી રહ્યુ છે. ખાસ કરીને જે દવાઓમાં નશાનું પ્રમાણ વધારે છે તેવી દવાઓનું ગેરકાયદે વેચાણ અને નશા માટે ઉપયોગ વધતા પોલીસે પણ આવા આરોપીની ધરપકડ કરી દવાનો જથ્થો કબ્જે કર્યો છે. એસઓજીએ એવા જ ગુનામા બે આરોપીની ધરપકડ કરી 477 બોટલ કફ સિરપ કબજે કરી છે. સાથે જ ફરાર બે આરોપીની શોધખોળ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ એસઓજી સલમાન ઉર્ફે શાહરૂખ શેખ અને રૂસ્તમઅલી હાશ્મી નામના બે આરોપીની ધરપકડ કરી છે. બંને આરોપીને એસ.ઓ.જી.એ 477 નંગ કફ શિરપની બોટલો સાથે ઝડપી પાડયા છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે કફ સિરપનો આ જથ્થો વિમલ નામના વ્યક્તિ પાસેથી સરસપુરથી મેળવ્યો હતો. અને આ જથ્થો વટવા ચાર માળીયામાં રહેતા રફીક ઉર્ફે લાલપરી નામના વ્યક્તિને આપવાનો હતો. પરંતુ કફ સિરપ વટવા પહોંચે તે પહેલા જ એસઓજીની ટીમે બાતમીના આધારે દાણીલીમડા પાસેથી ઝડપી લીધા હતા. પરંતુ આ ગુનાના બે મુખ્ય માસ્ટર માઇન્ડ હજી ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. 


ઝડપાયેલા આરોપીની પુછપરછ કરતા સામે આવ્યુ કે બન્ને આરોપી રિક્ષા ડ્રાઇવીંગ કરે છે અને પોતે પણ કોડેઈન કફ સિરપના બંધાણી છે. સાથે જ એક ફેરો કરવાના 4000 રૂપિયા મળતા હોવાથી આ હેરાફેરી કરતા હતા. અને પોતાની પણ નશાની લત પુરી કરતા હતા. એસઓજી એ કફ સિરપની હેરાફેરી અંગે પુછપરછ કરતી સામે આવ્યુ કે અગાઉ પણ તેઓ કફ સિરપની હેરાફેરી કરી ચુક્યા છે.


થોડા સમય અગાઉ પણ એસ.ઓ.જી.એ કફ સિરપના જથ્થા સાથે રીક્ષા ડ્રાઈવરની ધરપકડ કરી હતી. એટલે કે રિક્ષા ડ્રાઇવરો અને છૂટક મજૂરી કરતા મજુરો સસ્તા નશા માટે કપ શિરપ નો ઉપયોગ કરે છે. અને તેનુ ચલણ પણ વધ્યુ છે. ત્યારે હવે પોલીસે ન માત્ર હેરાફેરી કરતા લોકોની ધરપકડ કરવી પરંતુ જે કંપનીમાંથી ગેરકાયદે કફ સિરપનું વેચાણ કરવામાં આવે છે. તેના વિરુદ્ધ પણ કાયદાકીય પગલા લેવામા આવશે. ત્યારે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે તે જોવું મહત્વનું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube