ચેતન પટેલ, સુરતઃ શહેરના ન્યુ સિટીલાઇટ રોડ પર સેન્ટ થોમસ સ્કૂલની બાજુમાં બિલ્ડર ગોપાલ ડોકાણીની ઓફિસમાંથી રોકડા 90 લાખની ચોરી થઈ હતી. આ 10 દિવસ પહેલા થયેલી ચોરીમાં ક્રાઇમબ્રાંચે મધ્ય પ્રદેશથી 3 ચોરોને પકડી પાડી 98 લાખથી વધુની રકમ કબજે કરી છે. એક ચોર બિલ્ડરની ઓફિસમાં કારપેન્ટર તરીકે કામ કરી ગયો હતો. આરોપીઓની પૂછપરછમાં અનેક ખુલાસા થયા છે. આરોપીએ પોતાની જમીન ગીરવે મુકી હતી, જેથી દેવું પૂરુ કરવા માટે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવાળીના સમયમાં તમામ વેપારીઓ કે મોટી ઓફિસમાં રોકડ રૂપિયા જોવા મળતા હોય છે. ખાસ કરીને તેવામાં મોટા પ્રમાણમાં રોકડની ફેરાફેરી પણ થતી હોય છે. તેવામાં સુરત શહેરના ન્યુ સિટીલાઇટ રોડ પર સેન્ટ થોમસ સ્કૂલની બાજુમાં બિલ્ડર ગોપાલ ડોકાણીની ઓફિસમાંથી રોકડા 90 લાખની ચોરી થઈ હતી. જેમાં ચોરોએ બિલ્ડરની ઓફિસમાં પાછલા દરવાજાથી અંદર આવી ટેબલના ડ્રોઅરમાંથી સેઇફ લોકરની ચાવી લીધી હતી અને ત્યાંથી રૂ. 90 લાખની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઓફિસ સ્ટાફે સીસીટીવી કેમેરાની તપાસ કરી જેમાં રવિવારે રાત્રીના સમયે 90 લાખની રોકડ ચોરી થઈ હોવાની ખબર પડી હતી. આ બાબતે બિલ્ડરે પોલીસમાં ફરિયાદ કરી હતી. ક્રાઇમબ્રાંચે 10 દિવસમાં  બેને મધ્યપ્રદેશથી પકડી પાડ્યા છે.


આ પણ વાંચોઃ વિદેશ મોકલવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવનાર મહાઠગની પોલીસે કરી ધરપકડ


સુરતા ન્યુ સિટીલાઇટ રોડ ઉપર આશીર્વાદ એસ્ટેટમાં શહેરમાં જાણીતા બિલ્ડરની ઓફિસમાંથી રોકડા 90 લાખની ચોરીમાં 15 દિવસ પહેલાં નોકરી છોડી ગયેલા એમપાલ મંડલોઇ અને તેના ભાઇ નેપાલ મંડલોઇને સુરત ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી ઝડપી લઇ ચોરીનો પર્દાફાશ કર્યો હતો. વતનમાં રહેતી ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા હતા જે ખર્ચ પૂરો કરવા એમપાલે બિલ્ડરની ઓફિસમાં હાથ માર્યો હતો. સાથે પોતાના પરિવાર પર દેવું હતું જમીન પણ ગીરવે મુકેલી હતી. તે તમામ બાબતેને લીધે ચોરીને અંજામ આપ્યો હતો.


આમ ચોરીની ઘટનાને પગલે દોડતી થયેલી પોલીસે ત્યાં સીસીટીવી ચેક કરતાં રાત્રે બે બુકાનીધારી યુવાનો ચોરી કરવા આવતા જોવા મળ્યા હતા. પહેલાં એકાઉન્ટન્ટની ઓફિસનું તાળું તોડી તેમાંથી સેફ રૂમની ચાવી મેળવી 90 લાખ ચોરી કર્યા બાદ ઓફિસનો દરવાજો ખોલી સીધા પાછલા દરવાજે બહાર નીકળી જતાં 15 દિવસ પહેલાં જ એમપાલ નોકરી છોડી ગયો હતો. જેથી બંને ચોરોને આખા કંપાઉન્ડની તમામ વિગતો હતી. તેના ઉપરથી પોલીસને ખ્યાલ આવી ગયો હતો કે તેમાં અંદરનો જ કોઇ શખ્સ અથવા પૂર્વ કર્મચારી સંડોવાયો હતા.


આ પણ વાંચોઃ ‘પિતા’ શબ્દને લજવતો વલસાડનો કિસ્સો, પત્ની બહાર જતા જ સાવકો પિતા દીકરીને પીંખી નાંખતો...


સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની PSI સિંધા અને PSI વાળાની ટીમને માહિતી મળી હતી કે અહીં ઓફિસ બોય તરીકે નોકરી કરતો એમપાલ મંડલોઇ 15 દિવસ પહેલાં જ નોકરી છોડી ગયો હોવાનું અને બે ચોર પૈકી એકની ચાલઢાલ તેના જેવી જ હોવાનું સ્પષ્ટ થતાં ક્રાઇમ બ્રાન્ચની આ બન્ને ટીમ મધ્ય પ્રદેશ સ્થિત આરોપીના વતન છોટીચીરી ગામે રવાના થઇ હતી. બંનેની ઈન્દોરથી ધરપકડ કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube