દેવભૂમિ દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના રાણ ગામે એક અઢી વર્ષની બાળકી બોરવેલમાં પડી ગઈ છે. રમતા-રમતા બાળકી 100 ફૂટ ઊંડા બોરવેલમાં પડી અને 35 ફૂડ ઊંડે ફસાઈ હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનાની જાણ થતાં કલેક્ટર સહિત પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ બાળકીને બચાવવા માટે એનડીઆરએફની ટીમ દેવભૂમિ દ્વારકા જવા માટે રવાના થઈ છે. તો એસડીઆરએફની ટીમ દ્વારકા મોકલવામાં આવી છે. બાળકોનો જીવ બચાવવા માટે સમગ્ર તંત્ર કામે લાગ્યું છે. 


રમતાં-રમતાં બોરવેલમાં પડી બાળકી
દ્વારકા જિલ્લામાં આવેલા રાણ ગામે એક બાળકી રમતાં રમતાં બોરવેલમાં પડી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં બચાવ ટીમ પહોંચી હતી. બાળકીને ઓક્સીજન આપવામાં આવી રહ્યું છે. કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક પણ રાણ ગામે પહોંચ્યાં છે. બાળકીનો જીવ બચાવવા માટે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ પણ રવાના કરવામાં આવી છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube