ચેતન પટેલ/સુરત: વરાછા મોદી મહોલ્લો રિદ્ધિ સિદ્ધિ મંદિર પાસે તાપી નદીના કિનારે રવિવારે સવારે ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વરાછા પોલીસે મારામારીના ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરી યુવાનની હત્યા કરનાર તેની સાથે જ રહેતા બે યુવાનને ઝડપી લીધા હતા. માત્ર 4000 રૂપિયાની બબાલમાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમા આગામી 3 કલાક ખુબ જ ભારે! સાંજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી


ગત રવિવારે સવારેના અરસામાં વરાછા મોદી મહોલ્લો રિદ્ધિ સિદ્ધિ મંદીર પાસે તાપી નદીના કિનારે ઝુંપડામાં રહેતો મૂળ ઉત્તરપ્રદેશનો અજીત ઉર્ફે મોનુ વિનયકુમાર ચૌહાણ ત્યાંથી જ લોહીલુહાણ હાલતમાં મળ્યો હતો. સ્થાનિક લોકોએ તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. વરાછા પોલીસે તેના હમવતની રવિશંકર મદનચંદ ગૌતમની ફરિયાદના આધારે અજાણ્યા વિરુદ્ધ મારામારીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. 


ગુજરાતના આ જિલ્લામાં 5 નવીન નર્સિંગ કૉલેજને કેન્દ્રની મંજૂરી, 500 બેઠકોનો થશે વધારો


દરમિયાન અજીતનું સારવાર દરમિયાન મોત નીપજતાં પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યો હતો. વરાછા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફની બાતમી, ટેકનીકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે અજીતની હત્યા કરનાર શુભમ ઉર્ફે શર્મા સત્યપ્રકાશ શેન અને રાજા ઉર્ફે બાબુલોચા ઉર્ફે રાજન વિજયભાઈ ગરીબાસીંગ ચૌહાણ ને ઝડપી લીધા હતા.


અભિનેત્રી પાયલ રોહતગી FIR રદ્દ કરાવવા HCના શરણે, માફી માંગી, આંસુ સાર્યા પણ હવે...


પોલીસે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે શુભમ ઉર્ફે શર્માની વરાછા પોલીસે એક વર્ષ અગાઉ અટકાયત કરી હતી ત્યારે તે છૂટ્યા બાદ અજીતે તેને છોડાવવા રૂ.4 હજારનો ખર્ચ કર્યો છે કહી પૈસા માંગતા ઝઘડો થતો હતો. હકીકતમાં અજીતે કોઈ ખર્ચ કર્યો નહોતો છતાં તે પૈસા માંગતો હોય તેમનો ફરી ઝઘડો થતા બંનેએ રાત્રે અને બીજા દિવસે સવારે તેને ફટકા, પથ્થરથી માથામાં, મોઢા પર મારતા ઈજા થઈ હતી અને સારવાર દરમિયાન તે મોતને ભેટ્યો હતો.