ગૌરવ દવે, રાજકોટ/ ભાવીન ત્રીવેદી, જૂનાગઢ: ગુજરાત પોલીસ અને ATS દ્વારા ડ્રગ્સ માફિયા સામે ધોસ બોલાવી છે. રાજ્યમાંથી અવારનવાર પોલીસ દ્વારા ડ્રગ્સ સપ્લાય કરનારાઓની ધરપકડ કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાંથી SOG પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. તો બીજીતરફ જૂનાગઢમાંથી LCB પોલીસે વધુ ડ્રગ સપ્લાય કરનારા એક શખ્સની ધરપકડ કરવામા સફળતા મળી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ શહેરમાં નશાનો કાળો કારોબાર બેરોકટોક ચાલી રહ્યો છે. ફરી એક વખત રાજકોટ SOG પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. શહેરની મધ્યમાં મનહર પ્લોટ શેરી નંબર 2 માંથી યોગેશ બારભાયા નામના સોની શખ્સની SOG પોલીસે મેફેડ્રોન સાથે ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી કુલ 6.69 લાખના 66.90 ગ્રામ MD ડ્રગ્સ સહિત 6.77 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલ પોલીસે આરોપીની પુછપરછ કરી ડ્રગનો જથ્થો કોની પાસેથી લાવી કોને વહેંચતો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.


ZEE 24 કલાક સાથે Exclusive વાત: ભરતસિંહના કથિત વીડિયો મામલે વંદના પટેલે કર્યો ઘટસ્ફોટ


તો બીજીતરફ જૂનાગઢ LCB અને SOG પોલીસે સાગર ઊર્ફે સાગરો પ્રવીણ રાઠોડને મેફેડ્રોન ડ્રગનો જથ્થો 55 ગ્રામ જેની કિંમત રૂપીયા 5.50 લાખ અને 23 હજાર રોકડ બાઈક સહીતનો કુલ 6.54 લાખના મુદામાલ સાથે શહેરના જેલ ચોક પાસેથી ઝડપી લેવામાં સફળતા મળી હતી. ઝડપાયેલા આરોપી અગાઉ હત્યા લુંટ અને મારમારી સહીતના કુલ 9 ગુનાહ દાખલ થઇ ચુક્યા છે. ઝડપાયેલ આરોપીને કોર્ટેમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામા આવશે.


ભરતસિંહ સોલંકી સાથે પકડાયેલી યુવતી કોણ છે? જાણો કોણે નેતા સાથે કરાવ્યો હતો સંપર્ક


ત્યારે સાગરો રાઠોડ ડ્રગ ક્યાંથી લાવતો હતો અને ડ્રગ સપ્લાય કરનાર ક્યાં માથા સામેલ છે તે દીશામાં તપાસ શરૂ કરી છે. જૂનાગઢ એસ.પી.રવી તેજા વાસમ શેટ્ટીએ પ્રેસ કોન્ફરન્સ જણાવ્યું હતું કે, છેલ્લા 2 મહીનામાં અલગ-અલગ જગ્યાએથી 30 લાખથી વધુનું ડ્રગ ઝડપી પાડ્યું છે. જેમાં કુલ 7 આરોપીને ઝડપીને ડ્રગનો કાળો કારોબાર કરનાર સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube