BTP ના ધારાસભ્ય પિતા-પુત્રએ રાષ્ટ્રપતિને પત્ર લખી જીવનું જોખમ હોવાનું જણાવ્યું
હાલમાં ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં બીટીપીના ધારાસભ્યોએ આદિવાસીઓના અન્યાય મુદ્દે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. હાઇવોલ્ટેજ ડ્રામા વચ્ચે ભાજપના 3 અને કોંગ્રેસનો 1 રાજ્યસભા ઉમેદવાર જીત્યો હતો. જો કે બીટીપીએ મતદાન નહી કરીને આડકતરી રીતે ભાજપને જ ફાયદો પહોંચાડ્યો હતો. જો કે હવે ચૂંટણી પુરી થઇ ગયા બાદ બીટીપીના ધારાભ્ય પિતા-પુત્ર છોટુ વસાવા અને મહેશ વસાવાએ પોતાનાં જીવના જોખમ હોવાનું જણાવીને દહેશત વ્યક્ત કરીને રાષ્ટ્રપતિને સુરક્ષાની દહેશત વ્યક્ત કરતો પત્ર લખ્યો છે. રાષ્ટ્રપતિ પાસે સુરક્ષાની માંગ પણ કરી છે.
નર્મદા : હાલમાં ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં બીટીપીના ધારાસભ્યોએ આદિવાસીઓના અન્યાય મુદ્દે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. હાઇવોલ્ટેજ ડ્રામા વચ્ચે ભાજપના 3 અને કોંગ્રેસનો 1 રાજ્યસભા ઉમેદવાર જીત્યો હતો. જો કે બીટીપીએ મતદાન નહી કરીને આડકતરી રીતે ભાજપને જ ફાયદો પહોંચાડ્યો હતો. જો કે હવે ચૂંટણી પુરી થઇ ગયા બાદ બીટીપીના ધારાભ્ય પિતા-પુત્ર છોટુ વસાવા અને મહેશ વસાવાએ પોતાનાં જીવના જોખમ હોવાનું જણાવીને દહેશત વ્યક્ત કરીને રાષ્ટ્રપતિને સુરક્ષાની દહેશત વ્યક્ત કરતો પત્ર લખ્યો છે. રાષ્ટ્રપતિ પાસે સુરક્ષાની માંગ પણ કરી છે.
વડોદરામાં નવા 44 કેસ નોંધાયા, આઇસોલેશન વોર્ડમાં એક શંકાસ્પદ દર્દીએ કરી આત્મહત્યા
આ પત્ર બાદ સમગ્ર રાજકીય લોબીમાં આ ચર્ચાનો વિષય બન્યો છે. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે, આદિવાસીઓનાં સંવૈધાનિક હક્કો મુદ્દે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. અમે બંન્ને છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક ન્યાય બાબતે ચળવળ ચલાવી રહ્યા છીએ. સમાજમાં વર્ગ વિગ્રહનો માહોલ જોવા મળી રહ્યો છે. અસમાનતાને કારણે સામંતવાદી લોકોને એકતા પસંદ નથી. જેથી સમાજનું વિઘટન થઇ રહ્યું છે. જેથી શાંતિનો માહોલ જાળવવો જરૂરી છે. વિરોધ પક્ષનાં કારણે અમારા જીવને જોખમ છે.
કોરોના વાયરસઃ આરોગ્ય વિભાગના સંયુક્ત સચિવની આગેવાનીમાં કેન્દ્રની ટીમ આવતીકાલે ગુજરાતની મુલાકાતે
ભુતકાળમાં અનેક નકલી એન્કાઉન્ટર માટે ગુજરાત અને રાજ્યની પોલીસ અને સ્થાનિક જિલ્લા કક્ષાની પોલી અધિકારીઓ અને અસામાજિક તત્વોએ રાજકીય ષડયંત્ર પણ કર્યા હતા. ભવિષ્યમાં પણ થઇ શકે. રાજકીય પાર્ટીઓ અને મીડિયામાં અમારી વિરુદ્ધ ઝેર ઓકી રહી છે જેના કારણે તણાવ વધી રહ્યો છે. અમારા પર હુમલાની શક્યતાને ધ્યાને રાખી અમારી સુરક્ષા વધારવા માટે અપીલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube