ચેતન પટેલ, સુરત: સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા બે ચેઈન સ્નેચરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપી તારાપુરથી સ્પોર્ટ બાઈક મારફતે સુરત આવીને વહેલી સવારે અલગ અલગ વિસ્તારોની અંદર ચેઈન સ્નેચિંગ કરી ફરાર થઈ જતા હતા. સુરત સહિત ગુજરાતના બીજા શહેરોની અંદર પણ અનેક ગુનાને અંજામ આપી ચૂક્યા હોવાનું બહાર આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ગુજરાત વ્યાપી ચેન સ્નેચિંગ ગેંગના બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા આ ઇસોમો દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારો સહિત બનાસકાંઠાના પાલનપુર, ડીસા, ભરૂચ તેમજ અન્ય શહેરોની અંદર પણ સ્નેચિંગના ગુનાને અંજામ આપીને ફરાર થઈ જતા હતા. અગાઉ ચેઈન સ્નેચીંગના ગુન્હાઓમાં પકડાયેલ આરોપીઓની માહિતી મેળવી, CCTV, ટેકનીકલ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ સર્વેલન્સના આધારે વર્કઆઉટ દરમ્યાન બાતમી મળી હતી કે સ્પોર્ટ બાઈક ઉપર વહેલી સવારે સ્નેચિંગ કરતા બે ઈસમો અડાજણ વિસ્તારની અંદર ફરી રહ્યા છે.


તે માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ વોચમાં હતી. તે દરમિયાન સ્પોર્ટ બાઈક ઉપર આવેલા અશોક બેલદાર અને મહાવીરસિંહ ચૌહાણ નામના બે ઈસમોને પોલીસે ઝડપી પાડયા હતા.સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા આ બંને યુવકોને ઝડપી પાડી તેમની તપાસ કરતા તેમની પાસેથી અલગ અલગ વિસ્તારોમાં કરેલી સ્નેચિંગની સોનાની છ જેટલી ચેનો મળી આવી હતી. 

ફિલ્મી સ્ટાઇલમાં આગ લગાડી પરિવારને જીવતો સળગાવી નાખવાનો પ્રયાસ, માતા-પુત્ર દાઝ્યા


જેથી પોલીસે તાત્કાલિક આ બંને ઈસમોને ધરપકડ કરી હતી અને અને સોનાની ચેઇન સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. બન્નેની પૂછપરછ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણકે આ યુવકો માત્ર સુરત નહીં પણ ગુજરાતના અલગ અલગ શહેરો અને જિલ્લાઓની અંદર પણ આ રીતે મહિલાઓને ટાર્ગેટ કરી સ્નેચિંગ કરતા હતા. સૌથી વધુ ચેઈન સ્નેચિંગના ગુનાને અંજામ સુરત શહેરમાં આપ્યા હોવાની પણ વાત સામે આવી હતી.


તારાપુરથી છેક સુરતમાં સ્પોર્ટ બાઇક પર આવીને વહેલી સવારે અલગ અલગ વિસ્તારોમાં ફરતા અને મહિલાઓને જ ટાર્ગેટ કરતા હતા. કારણ કે મહિલાઓ કોઈ પ્રતિકાર કરવામાં સફળ ન રહે તે માટે મહિલાઓને ટાર્ગેટ કરતા હતા. આમ આ યુવકોએ સુરતમાં 8 થી વધુ ચેન સ્નેચિંગના ગુના આચર્યા હોવાની કબૂલાત કરી છે. વધુ પૂછપરછમાં એ પણ જાણવા મળ્યું હતું કે આ યુવકો સુરત સહિત બનાસકાંઠામાં પણ અનેક ગુનાને અંજામ આપતા હતા. આ ઈસમો પાસેથી 6 ચેન પણ મળી આવી છે વધુ પૂછપરછમાં ગુજરાતમાં બીજા ઘણા ગુનાઓ ઉકેલાય તેવી શકયતા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube