મા-દિકરાના સંબંધને કલંકિત કરતો કિસ્સો; આડાસંબંધની આશંકાએ કપાતર પુત્રએ કર્યું એવું કામ કે...
મા અને દિકરાના પવિત્ર સંબંધને કલંકિત કરતો કિસ્સો બોટાદમાં પ્રકાશમાં આવ્યો હતો. બોટાદ શહેરમાં બે દિવસ પહેલા સગા દિકરાએ પોતાની જનતાને ઓશીકાથી ગળું દબાવી હત્યા કરીને આરોપી ફરાર થયો હતો. ત્યારે બોટાદ પોલીસે માતાની હત્યા કરનાર કપાતર દિકરાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
રઘુવીર મકવાણા/બોટાદ: મા અને દિકરાના પવિત્ર સંબંધને કલંકિત કરતો કિસ્સો બોટાદમાં પ્રકાશમાં આવ્યો હતો. બોટાદ શહેરમાં બે દિવસ પહેલા સગા દિકરાએ પોતાની જનતાને ઓશીકાથી ગળું દબાવી હત્યા કરીને આરોપી ફરાર થયો હતો. ત્યારે બોટાદ પોલીસે માતાની હત્યા કરનાર કપાતર દિકરાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
પુત્રએ ઓશીકાથી ગળું દબાવી માતાની હત્યા કરી
બોટાદ શહેરમાં સાળગપુર રોડ પર આવેલા મહમદ ગફુલ સોસાયટીમાં માતાની તેના પુત્રએ હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. માતાને આડાસબંધ હોય તે દિકરાને ખબર પડતા ગત 30 જુને રાત્રીના પુત્રએ ઓશીકાથી ગળું દબાવી માતાની હત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે ખસેડીને તપાસ હાથ ધરી હતી અને આરોપીને પકડવા શોધખોળ શરૂ કરતા પોલીસે ગણત્રરીની કલાકોમાં હત્યારા દિકરાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વીડિયો જુઓ....
મૃતદેહને પોસ્ટમોર્ટમ કરતા ધડાકો
બોટાદ શહેરનાં સાળંગપુર રોડપર આવેલ મહમદ ગફુલ સોસાયટીમાં રહેતા અફસાનાબેન ગનીભાઈ પઠાણની ગત તારીખ 30 જુને મોડી રાત્રિના હત્યાની થયેલી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જેથી ઘટનાની જાણ થતાં બોટાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે પ્રથમ મૃતક અફસાનાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખસેડેલ અને ત્યારબાદ પોલીસે હત્યા અંગે તપાસ શરૂ કરી હતી.
માતાને કોઈ વ્યક્તિ સાથે પ્રેમસંબંધ હોવાની આશંકા
અફસાનાબેન ગનીભાઈ પઠાણ કે જેઓ શહેરનાં સાળંગપુર રોડપર મહમદ ગફુલ સોસાયટીમાં તેના પરીવાર સાથે રહેતા હતા. અફસાનાબેનને બે દિકરાઓ છે. ત્યારે મૃતકના દિકરો આફતાબ પઠાણને તેની માતાને કોઈ વ્યક્તિ સાથે પ્રેમસંબંધ હોવાની આશંકાઓ હતી, જેથી 30 જુને મોડિ રાત્રીના તેની માતા સુતા હતા તે દરમ્યાન આફતાબ પઠાણે ઓશીકું લઈને તેની માતાના મોઢા ઉપર દબાવીને હત્યા કરી ને આફતાબ ફરાર થયો હતો. જે સમગ્ર ઘટના અંગે ફરીયાદીએ પોલીસને જાણ કરતા બોટાદ પોલીસે આફતાબ પઠાણ વિરુદ્ધ કલમ 302 હેઠળ ગુનો નોંધ્યો હતો અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
આ પણ વીડિયો જુઓ....
પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી
બોટાદ શહેરમાં 30 જુને મોડીરાત્રીના માતાની હત્યા કરી ફરાર થયેલાઆરોપીને પકડવા બોટાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી હતી અને આખરે માતાની હત્યા કરનાર કપાતર દિકરો આફતાબ પોલીસ સકંજામાં આવી ગયો હતો. બોટાદ પોલીસે ગણત્રરીની કલાકોમાં હત્યારા દિકરાની ધરપકડ કરી હતી. માતાની હત્યા કરનાર દિકરો આફતાબ ઉપર અગાઉ બે ગુનાઓમાં સંડોવાયેલો છે ત્યારે વધુ ગુન્હાઓમાં સંડોવાયેલ છે કે નહિ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.