ઝી મીડિયા બ્યૂરો: ગુજરાતમાં આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે હળવા પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી સક્રિય થયેલા ચોમાસાને કારણે રાજ્યમાં 80 ટકા વરસાદ પડ્યો છે. ત્યારે રાજ્યમાં હજુ 20 ટકા વરસાદની ઘટ છે. આ સાથે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 115 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી વધુ વરસાદ વડોદરા, હાલોલ, સાબરકાંઠાના વિજયનગર અને ખેડાના ઠાસરામાં પોણા બે ઇંચ નોંધાયો છે. તો બીજી તરફ ખેડાના ગળતેશ્વર અને પંચમહાલના ઘોઘંબામાં દોઢ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના 13 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. 


ગુજરાતના CM ની PM મોદી સાથે મુલાકાત, જાણો કેમ પહોંચ્યા ભૂપેન્દ્ર પટેલ દિલ્હી


ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ઊંઝામાં હળવા વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. ત્યારે હળવા ઝાપટાના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો બીજી તરફ મહેસાણામાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.


બનાસકાંઠાના લાખણી પંથકમાં પડેલા ધોધમાર વરસાદ બાદ હજુ પાણી ઓસર્યા નથી. મડાલ અને દેતાસકુવા ગામને જોડતાં રસ્તામાં વરસાદી પાણી ભરાયા. ગામમાં રસ્તો કાચો હોવાથી ટ્રેક્ટર અને કાર ફસાઈ હતી. પાકો રસ્તો બનાવવાની સ્થાનિકોની અનેક રજૂઆતો સામે તંત્રના આંખ આડા કાન કરી રહ્યું છે.


'No Vaccine No Entry': આજથી શહેરની આ જગ્યાઓ પર ફરજિયાત બતાવવું પડશે સર્ટિફિકેટ, નહીં તો...


સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વિજયનગરમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ઈડર, ખેડબ્રહ્મા, તલોદ, હિંમતનગરમાં અડધા ઈંચથી ઓછો વરસાદ પડ્યો છે. પ્રાંતિજ, પોશિના, વડાલીમાં નહીવત વરસાદ નોંધાયો છે.


પાટણ જિલ્લામાં સામાન્ય વરસાદ પડ્યો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ પાટણ અને સરસ્વતીમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. પાટણના અન્ય તાલુકામાં સામાન્ય તો ક્યાંક સાવ નહીવત વરસાદ પડ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube