મયુર સંધિ, સુરેન્દ્રનગર: રાજ્યમાં અવારનવાર નવજાત બાળકોને ત્યજી દેવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ-અલગ સ્થલે બે નવજાત જન્મેલા બાળકો ઉકરડામાં ત્યજી દેવામાં આવતા મૃત હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ દ્વારા આ મામલે તપાસ કામગીરી હાથ ધરી બંને નવજાત શિશુના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને આગળની કામગીરી હાથ ધરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં નવજાત શિશુને ત્યજી દેવાની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. આ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાં હૃદયકંપી જાય તેવો કિસ્સો સામે આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં એક જ દિવસમાં નવજાત બાળકોને ઉકરડામાં ત્યજી દેવાની ઘટનાથી સમગ્ર પંથકમાં જન્મ દેનાર માતા સામે ફિટકારની લાગણી પ્રસરી ગઈ છે.


રાજય સરકારનો મહત્વનો નિર્ણય, ખેલ મહાકુંભ માટે ફરી ચાલુ કરવામાં આવ્યું રજીસ્ટ્રેશન


ધાંગધ્રામાં બે અલગ-અલગ સ્થળ પરથી બે નવજાત જન્મેલા બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. આ બંને ઘટનામાં નવજાત શિશુને ઉકરડામાં ત્યજી દેવાયા છે. જેમાં એક ધાંગધ્રાના રાજસીતાપુર ગામેથી મૃત હાલતમાં તાજુ ત્યજી દીધેલું બાળક મળી આવ્યું છે. તો બીજી તરફ ધાંગધ્રાના નવયુગ સિનેમા પાસે આવેલા કોમ્પ્લેક્ષ પાસેની ગલીમાંથી પણ મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું છે. 


વડોદરાના સેવાતીર્થ આશ્રમની છત ધરાશાયી, બે મહિલાના મોત; એક ગંભીર ઇજાગ્રસ્ત


જો કે, અલગ-અલગ જગ્યાએથી નવજાત શિશુ મૃત હાલમાં મળી આવ્યાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને પોલીસ દ્વારા બંને નવજાત શિશુઓના મૃતદેહને હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ મામલે આ નવજાત શિશુ કોના છે અને કયા કારણોસર એક માતાએ પોતાનું બાળકને ત્યજી દીધું આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.


અન્ય સમાચાર અહીં વાચો:- 


સુરતની સ્મિમેર હોસ્પિટલમાં રેગિંગની ઘટનાથી ઉહાપોહ, સિનિયર તબીબોએ જૂનિયરો પાસે કરાવ્યું આ કામ કે...


મોડી રાત્રે એવું તો શું બન્યું કે સવારે બસ સ્ટેન્ડમાંથી મળ્યો મૃતદેહ, આરોપીએ કર્યો મોટો ખુલાસો


નરેશ પટેલ પર ગંભીર આરોપ, કહ્યું- ખોડલધામને રાજકીય અખાડો બનાવવા જઈ રહ્યા છે


પાટીદારોને રાહત: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આંદોલન સમયના 10 કેસ પાછા ખેંચાયા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube