Heart Attack In Winter ગૌરવ દવે/રાજકોટ : કડકડતી ઠંડીમાં હૃદય બેસી જવાના અનેક બનાવો બનતા હોય છે. કાતિલ ઠંડીમા હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યાં છે. પરંતુ હવે તો યુવા વર્ગ પણ તેનો ભોગ બની રહ્યાં છે. યુવાનોમાં હાર્ટ એટેકના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં હાર્ટ એટેકથી એક સાથે બે યુવકોના મોત નિપજ્યા છે. આ ઘટનાઓ અત્યંત શોકિંગ છે. એક યુવકનું ફૂટબોલ રમતા સમયે અને બીજા યુવકનુ ક્રિકેટ રમતા સમયે મોત થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રથમ મોત


એક 21 વર્ષીય ફૂટબોલરનું મોત નિપજ્યું છે. ફૂટબોલ રમતી વખતે હાર્ટ એટેક આવતા 21 વર્ષીય યુવકનું મોત થયું છે. ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઓરિસ્સાના વિવેક કુમાર નામના વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત થયુ છે. 


બીજુ મોત


તો બીજા યુવકનું ક્રિકેટ રમતા સમયે મોત થયું છે. રાજકોટના રેસકોર્સ વિસ્તારમાં મિત્રો સાથે ક્રિકેટ રમવા આવેલા રવિ વેગડાનું આકસ્મિક મોત નિપજ્યુ હતું. ક્રિકેટ મેચ દરમિયાન ટેનિસનો દડો વાગ્યો હતો, જેથી તેણે રનર રાખીને 22 રન ફટાકાર્યા હતા. પરંતુ બાદનું તેનુ હાર્ટ ફેઈલ થયુ હતું. આમ, યુવકનો પળવારમાં જીવ ગયો હતો. રેસકોર્સમાં રમતી વખતે જીંદગીની ઇનિંગ પૂરી થતા યુવકના પરિવાર અને મિત્રોમાં કાળો કલપાંત સર્જાયો છે. 


આ પણ વાંચો : 


CCTV : યુવકને કોલેજમાં ચાલતા ચાલતા આવ્યો હાર્ટ એટેક, ઠંડીમાં મોતનો વધુ એક ડરાવનો કિસ્સો


વિદ્યાર્થીઓને નાસ્તો કરીને સ્કૂલ-કોલેજમા મોકલો
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 5થી 7 વર્ષમાં યુવાઓને પણ હાર્ટ એટેક આવવાના કિસ્સા સતત વધી રહ્યાં છે. આ વિશે તબીબોનુ કહેવુ છે કે, કોરોના પછી આવા કિસ્સાઓ વધ્યા છે. છેલ્લા 10 દિવસથી ઠંડીનું જોર વધી રહ્યું છે. આ સીઝનની ઠંડી કેટલાક વર્ષો પછી અનુભવી છે. તેથી વિદ્યાર્થીઓએ નાસ્તો કર્યા બાદ જ કોલેજ કે સ્કૂલમાં જવું જોઈએ. જો વિદ્યાર્થીઓને તાવ, શરદી હોય તો સ્પોર્ટસ એક્ટિવિટી ન કરવી જોઈએ. હાલમાં શરદીના કારણે ઘણા લોકોને દમ થાય છે. તેથી સ્ટ્રેસફુલ એક્ટિવિટીથી પણ દૂર રહેવુ જોઈએ. 


ઠંડીમાં વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો
આજકાલ વાયરલ વીડિયોમાં તમે એવુ જોતા હશો કે, કેટલાક લોકો પ્રસંગોમાં ઢળી પડે છે, તો કેટલાક ચાલતા ચાલતા મોતને ભેટે છે. તો કેટલાકને નાટકોમાં રોલ ભજવતા સમયે હાર્ટ એટેક આવે છે. ત્યારે જો તમે પણ એવુ વિચારો છો કે તમારી સાથે આવુ ન થાય તો આજથી જ તકેદારી રાખવાની શરૂઆત કરી દો. આ ઘટનાઓ મતલબ હાર્ટ એટેક. આજકાલ હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. આવામાં જો તમે નાની ઉંમરમાં હાર્ટ એટેકનો શિકાર થવા ન માંગતા હોવ તો આજથી જ કેટલાક નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દો. 


આ પણ વાંચો : 


ગુજરાત પોલીસને પેપરલીકની લીંક આ રીતે મળી, પ્રદીપની એક ભૂલથી ડ્રાઈવરને ગઈ શંકા


પેપરલીકમાં પ્રિન્ટીંગ પ્રેસ પર ઠીકરું ફોડાયું, પણ સરકાર કેમ છાવરે છે પંચાયત મંડળને?


હું, તું અને રતનિયો જેવી પોલીસ તપાસ : વચેટિયાની ધરપકડ, ઉમેદવારોના 200 કરોડ સ્વાહા


વર્તમાન જીવનશૈલીને નાની ઉંમરે હૃદય સંબંધિત સમસ્યા અને હાર્ટ એટેકના કેસ પણ વધી રહ્યાં છે. હાઈ બ્લડ પ્રેશરથી તેની શરૂઆત થાય છે. WHOના અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્વમાં 1.28 અરબ લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. પરતું એમાંથી 46 ટકા લોકોને ખબ જ નથી કે તેઓ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. જ્યારે લોકો કોઈ સમસ્યાની સારવાર માટે જાય છે, ત્યારે તેમને ખબર પડે છે કે તેમને હાઈ બીપી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે 20 થી 30 વચ્ચે જો આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો હાર્ટએટેકનું જોખમ ઘટાડી શકાય છે.


તણાવમુક્ત રહો
વર્તમાન સમયમાં નાની ઉંમરથી જ વ્યક્તિને તણાવ અને ડિપ્રેશનની સમસ્યા થાય છે. આના કારણે શરીરના ભાગમાં સોજા આવવા લાગે છે. જો વ્યક્તિને તણાવ કે ડિપ્રેશનની સમસ્યા હશે તો અંદરના ભાગમાં સોજા પણ હશે. આ માટે સૂવાના સમય નક્કી કરો અને પૂરતી ઊંઘ લો. વ્યક્તિને હમેશા પોતાને વ્યસ્ત રાખવું જોઈએ.


સક્રીય રહો
વર્તમાન સમયમાં લોકો શારારિક પ્રવૃતિઓ ઓછી કરે છે અને પરિણામે શરીરમાં ચરબી અને બીમારીઓ થવા લાગે છે. આ માટે રોજ બહાર ફરો, વોક કરો, કસરત કરો. કસરતને તમારી રૂટીનમાં સામેલ કરો. શરીરને જો સક્રિય નહિ રાખો તો લોહીની નસમાં બ્લોકેજ થવાની શક્યતા વધી જાય છે અને હાર્ટ એટેકનું પ્રમાણ વધી જાય છે.


આ પણ વાંચો : 


PM મોદીએ પૂર્વ IAS અધિકારીને આપ્યો ખાસ ટાસ્ક, ગુજરાતના રોકાણકારોને યુપીમાં લઈ જશે


રેસ્ટોરન્ટના ખોરોકથી દૂર રહો, અને આરોગ્યપ્રદ ખોરાક લો
20-30 વર્ષની ઉંમર દરમિયાન બહારની વસ્તુ ખાધી છે, તો હવે તેને છોડી દો. આહારમાં આરોગ્યપ્રદ વસ્તુઓ સામેલ કરો. સિઝનલ ફૂડનો સેવન કરવો જોઈએ. તળેલી, પ્રોસેસ્ડ અને સ્ચ્યુરેટેડ વસ્તુઓ ખાવાથી દૂર રહેવું જોઈએ. આ હાર્ટએટેકના જોખમને વધારવાનું કામ કરે છે.


કસરત કરો
20 વર્ષની ઉંમરથી કસરત કરવાની આદત પાડો. દરરોજ 5 હજારથી 10 હજાર પગથિયા ચાલો. 30 થી 45 મિનિટ સુધી કસરત કરો. રમતગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લો. દરેક રીતે તમારી જાતને વ્યસ્ત રાખો.


આ પણ વાંચો : ગુજરાત પોલીસને પેપરલીકની લીંક આ રીતે મળી, પ્રદીપની એક ભૂલથી ડ્રાઈવરને ગઈ શંકા