ડીસા: ડીસામાં બનાસપુર પાસે મોડી રાત્રે બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ બંને ટ્રેલરમાં આગ લાગી હતી. આ ઘટનામાં અકસ્માત બાદ આગ લાગતા બંને ટ્રેલર ચાલકના સળગી જવાથી મોત થયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: આ મારી લડાઇ મારા લોકોના સન્માન માટેની છે: અલ્પેશ ઠાકોર


ગઇકાલે મોડી રાત્રે બનાસ પુલ નજીકથી એક ટ્રેલર પસાર થઇ રહ્યું હતું ત્યારે સામેથી આવી રહેલા બીજા એક ટ્રેલર સાથે ધડાકેભેર અથડાયું હતું. જેના કારણે ટ્રેલરમાં આગ લાગી હતી. આગ લાગવાના પગલે બંને ટ્રેલરના ચાલકોના મોત થયા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિની હાલગ ગંભીર છે. ઘટનાની જાણ થતા જ ફાયર પાઇટર સ્થળ પર આવી પહોંચ્યું હતું.


વધુમાં વાંચો: બનાસકાંઠામાં ભાજપ-કોંગ્રેસ અને ઠાકોર સેના વચ્ચે ત્રી-પાંખીઓ જંગ


જોકે, ડીસાના બનાસ પુલ નજીક રસ્તાનું સમારકામ ચાલી રહ્યું હોવાના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું જેના કારણે આ અક્સમાત સર્જાયો હતો અને આગ લાગી હતી. આ ટ્રેલરમાં આગને અનેક કલાકોની મહેનત બાદ ચાર ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. અકસ્માતના પગેલ હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...