રાજ્ય સરકારનો મોટો નિર્ણય; ત્રણ IPS અધિકારીઓને પ્રમોશન, જાણો કયા અધિકારીને શું મળ્યો હોદ્દો?
ગુજરાત સરકાર દ્વારા આજે ત્રણ IPS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. રાજ્ય સરકારના અધિક મુખ્ય સચિવના જાહેર કરાયેલા એક આદેશમાં એક આઈજીપીને ADGPનું પ્રમોશન અપાયું છે જ્યારે 2 ડીઆઈજી અધિકારીઓને IGPનું પ્રમોશન આપવામાં આવ્યું છે. વર્ષ 1998 બેંચના IGPને ATS અને દરિયાઈ સુરક્ષાના ADGP બનાવવામાં આવ્યા છે.
ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા આજે ત્રણ IPS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. રાજ્ય સરકારના અધિક મુખ્ય સચિવના જાહેર કરાયેલા એક આદેશમાં એક આઈજીપીને ADGPનું પ્રમોશન અપાયું છે જ્યારે 2 ડીઆઈજી અધિકારીઓને IGPનું પ્રમોશન આપવામાં આવ્યું છે. વર્ષ 1998 બેંચના IGPને ATS અને દરિયાઈ સુરક્ષાના ADGP બનાવવામાં આવ્યા છે.
અમરેલી જિલ્લામાં સતત ભૂકંપના આંચકાથી ફફડાટ, છેલ્લા 24 કલાકમાં 6 વાર ધરા ધ્રૂજી
ગુજરાત એટીએસના અમિત વિશ્વકર્માને એડિશનલ ડીજી અને સેક્ટર 2 એમ.એસ. ભરાડાને આઇજીપી જ્યારે એચ.આર. ચૌધરીને આઈજીપીનું પ્રમોશન આપવામાં આવ્યું છે. જો કે, હાલ બજેટ સત્ર શરૂ થયું છે, ત્યારે આ દરમિયાન સામાન્ય રીતે આઇપીએસ, આઇએસ અધિકારીની બદલી થતી નથી. આ બધાની અટકળો વચ્ચે હવે આગામી દિવસોમાં વધુ આઈપીએસ અધિકારીની બઢતી અને બદલીની ચર્ચાઓએ વેગ પકડ્યો છે.
નસીબની બલિહારી! સરકાર સામે પડેલી ત્રિપુટી હવે વિધાનસભા ગૃહમાં, પાક્કા નેતા બની ગયા
ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ એ. કે રાકેશ દ્વારા જાહેર કરાયેલા એક આદેશ મુજબ IGP અમિત વિશ્વકર્માને ADGPનું પ્રમોશન આપવામાં આવ્યું છે. અમિત વિશ્વકર્માને ATS અને દરિયાઈ સુરક્ષાના ADGP બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત એમ.એસ ભરાડા અને એચ.આર. ચૌધરીને IGPનું પ્રમોશન આપવામાં આવ્યું છે. એમ.એસ ભરાડાને અમદાવાદ સેક્ટર-2ના JCP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે એચ. આર ચૌધરીને ઉર્જા વિભાગમાં એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.
કોંગ્રેસ સાથે બેસીને ભાજપ માટે થપથપાવી રહ્યાં છે પાટલીઓ, આ નેતાઓની હાલત કફોડી