સુરત : સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં અકસ્માત બાદ લવાયેલા બે ભાઇઓએ દારૂના નશામાં આખી હોસ્પિટલ માથે લીધી હતી. ઓપરેશન થિયેટરમાં અંદરથી દરવાજો બંધ કરીને ધમાલ મચાવતા પોલીસને બોલાવવા માટેની ફરજ પડી હતી. વેસુ પાસે અકસ્માત નડ્યા બાદ 108માં દિપક મુન્નાભાઇ શર્મા (ઉ.વ 20) રહે. પાંડેસર અને તારકેશ્વર શર્માને (ઉ.વ 36) સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. સાહેબ અમારી કિડની ન કાઢી લેતા કહીને પગે પડવા લાગ્યા હતા. ત્યાર બાદ ઓપરેશન થિયેટરમાં અંદરથી દરવાજો બંધ કરી ધમાલ મચાવી હતી. 15 મિનિટ સુધી ઓપરેશન થિયેટરનો દરવાજો બંધ રાખી ગોંધાઇ રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં પ્રદિપસિંહનો હુંકાર, યુવતીની છેડતી કરનારની ખેર નથી


ઓપરેશન થિયેટરમાં ધમાલના પગલે ડોક્ટર, નર્સિંગ સ્ટાફ અને વર્ગ-4 ના કર્મચારીઓ દોડતા થઇ ગયા હતા. આખરે એક કર્મચારીએ પાછળથી વેન્ટીલેશનની લાકડાની બારી તોડી અંદર પ્રવેશ કરીને દરવાજો ખોલ્યો હતો. બંન્ને પીધેલાઓ ધમાલ બાદ પોલીસને જાણ કરાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં ધમાલ થઇ રહી હોવાનો મેસેજ મળતાની સાથે જ પોલીસ પણ તત્કાલ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. 


Gujarat Corona update: નવા 518 કેસ, 704 સાજા થયા જ્યારે માત્ર 02 લોકોનાં મોત


સુરત સિવિલ હોસ્પિટલનાં આરએમઓએ જણાવ્યું કે, 15મી તારીખની રાત્રે દારૂનાં નશામાં ચુર બે જણાએ ધમાલ મચાવી ઓપરેશન થિયેટરમાં અંદરથી દરવાજો બંધ કરી દીધો હોવાની જાણ કરાઇ હતી. જેના પગલે મે ખટોદરા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. તે પહેલા ફરી મેડિકલ ઓફિસરે ફોન કરી બંન્ને વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા હતા. અને બંન્ને માફી માંગીને જતા રહ્યા હોવાની જાણ થઇ હતી. જેથી પોલીસને મેસેજ કરીને તે લોકો ભાગી ગયા હોવાનું જણાવ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube