• એસઓજીએ કાલોલના એરાલથી બે બોગસ પરપ્રાંતિય તબીબોની ધરપકડ કરી

  • બંને સામે મેડિકલ પ્રેક્ટિસ એકટની જોગવાઈ મુજબ ફરિયાદ નોંધવામાં આવી


જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :પંચમહાલ જિલ્લામાંથી સતત ઝોલાછાપ ડોક્ટરો મળી રહ્યાં છે. એસઓજી ટીમે કાલોલના એરાલમાંથી બે બોગસ પરપ્રાંતિય તબીબોની ધરપકડ કરી છે. બંને લેભાગુ તબીબો ગ્રામ્ય વિસ્તારમાં લોકોને છેતરીને તેમની સારવાર કરતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંચમહાલમાંથી ઝોલાછાપ ડોક્ટરો ઝડપાયા છે. એસઓજીએ કાલોલના એરાલથી બે બોગસ પરપ્રાંતિય તબીબોની ધરપકડ કરી છે. પોલીસે લેભાગુ પ્રેક્ટિસ કરતા બંને તબીબોના દુકાનો પર રેડ કરી હતી. જેના બાદ કાલોલ તાલુકા હેલ્થ ઓફિસરની ટીમ બોલાવી કાર્યવાહી કરી હતી. આરોગ્ય અધિકારીની તપાસમાં બંને તબીબ પાસે માન્યતા પ્રાપ્ત ડિગ્રી નહિં હોવાનું બહાર આવ્યું છે. 


આ પણ વાંચો : મોટી દુર્ઘટના: પંચમહાલની પાનમ નદીમાં હોડી ડૂબી, માતા-પિતા અને બાળકીની લાશ મળી... 


બંને તબીબોના દવાખાનામાંથી  96 હજાર રૂપિયાની દવાઓ અને મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પણ મળી આવ્યા છે. બોગસ તબીબો સામે વેજલપુર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં પશ્ચિમ બંગાળના સરનંદુ સુકલાલ હલદર અને ઉજ્જવલ હલદર નામના લેભાગુ તબીબો ઝડપાયા છે. બંને પશ્ચિમ બંગાળના રહેવાસી છે. બંને સામે મેડિકલ પ્રેક્ટિસ એકટની જોગવાઈ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. 


આ પણ વાંચો : 20 વર્ષથી રાજકોટ પાલિકામાં લોલમ લોલ, ધણીધોરી વગરના છે 19000 ભૂતિયા નળ કનેક્શન 


ઉલ્લેખનીય છે કે, અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારે ઝોવાછાપ તબીબો હાટડીઓ ખોલી દર્દીઓને સારવાર આપતાં હોય છે. તેઓ લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરે છે. સમયાંતરે એસઓજી દ્વારા આવા તબીબો સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે.