ગુજરાતના બાળકો માટે કેટલી સુરક્ષિત છે સ્કૂલવાન? વડોદરાના આ CCTV રૂવાડાં ઉભા કરશે!
વાલીઓ તમારુ બાળક સ્કૂલ વાનમાં કેટલુ સુરક્ષિત છે તે જોવું હોય તો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના બાદ RTOની દેખાડા પુરતી કામગીરી સામે ગંભીર સવાલ ઉભા થયા છે. વડોદરામાં એક સોસાયટીમાંથી પુરપાટ ઝડપે પસાર થતી સ્કૂલ વાનમાંથી વિદ્યાર્થિનીઓ ટપોટપ પટકાયા હતા.
Student Fell Down From School Van In Vadodara: વડોદરાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્કૂલ વાનમાં બાળકોને મોકલતા વાલીઓ માટે આ કિસ્સો આંખ ઉઘાડનારો છે. વાલીઓ તમારુ બાળક સ્કૂલ વાનમાં કેટલુ સુરક્ષિત છે તે જોવું હોય તો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના બાદ RTOની દેખાડા પુરતી કામગીરી સામે ગંભીર સવાલ ઉભા થયા છે. વડોદરામાં એક સોસાયટીમાંથી પુરપાટ ઝડપે પસાર થતી સ્કૂલ વાનમાંથી વિદ્યાર્થિનીઓ ટપોટપ પટકાયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જોકે, આ ઘટનામાં વિદ્યાર્થિનીઓને ઈજા પહોંચી હતી.
વાયરલ થયેલા વીડિયો અંગે વાત કરીએ તો વડોદરામાં બાળકોને ઘરે મૂકવા જતી સ્કૂલ વાનમાંથી વિદ્યાર્થીની પાછળના દરવાજેથી નીચે પટકાતા ઘસડાઈ હતી. જેને કારણે તેઓને ગંભીર ઈજા પહોંચી હતી. આ સીસીટીવી કઈ સોસાયટીનો છે તેની માહિતી મળી નથી. પરંતુ બગીખાના વિસ્તારની સ્કૂલના વિદ્યાર્થીઓને મુકવા સ્કૂલ વાન જતી હતી તેવી પ્રાથમિક માહિતી બહાર આવી છે.
સ્કૂલ વાનમાંથી વિધાર્થિનીઓ પટકાઈ હોવાનો વીડિયો વાયરલ થતાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જોકે સદનસીબે સ્કૂલવાન સોસાયટીમાંથી જતી હોવાના કારણે મોટો અકસ્માત ટળ્યો હતો. આરટીઓ વિભાગ દ્વારા સ્કૂલ વાનમાં ભરચક ભરવામાં આવતા બાળકો સામે કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું. તેમ છતાં વડોદરા પોલીસે થોડા દિવસ તપાસનું નાટક કર્યું અને ફરી પાછી જેસે તે પરિસ્થિતિ થઈ ગઈ છે.
વાનમાં બેસેલા અન્ય વિદ્યાર્થીઓએ પોલ ખોલી!
ZEE 24 કલાક સાથે વાનમાં બેસેલા અન્ય વિદ્યાર્થીઓએ આ ઘટના અંગે વાત કરી હતી. વડોદરામાં બનેલી ઘટનામાં મનાલી અને કેશવી નામની વિદ્યાર્થિની રોડ પર પટકાઈ હતી. વાનમાં બેસેલ અન્ય વિધાર્થીઓએ આ અંગે સમગ્ર ઘટનામાં પોલ ખોલી નાંખી હતી. વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે સ્કૂલ વાન ચાલક સ્પીડમાં ચલાવતો હતો. ન્યૂ એરા સ્કૂલની વિધાર્થીનીઓ સ્કૂલ વાનમાંથી નીચે પટકાઈ હતી.
ZEE 24 કલાક સૌથી પહેલાં ઘટના સ્થળે પહોંચ્યું
સ્કૂલ વાનમાંથી વિદ્યાર્થિનીઓ નીચે પટકાવાનો મામલે ZEE 24 કલાક સૌથી પહેલાં ઘટના સ્થળે પહોંચ્યું હતું. ZEE 24 કલાક જ્યાં વિદ્યાર્થિનીઓ નીચે પટકાઈ હતી ત્યા પહોંચ્યું હતું. ZEE 24 કલાકે પ્રત્યક્ષદર્શીઓ સાથે સંવાદ કર્યો હતો. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે સ્કૂલ વાનની સ્પીડ વધારે હતી. સ્કૂલ વાન ચાલકની બેદરકારીના કારણે આ ઘટના બની હતી. 19 જૂનની સમગ્ર ઘટના પ્રત્યક્ષદર્શીઓએ ZEE 24 કલાકને બતાવી હતી. ZEE 24 કલાક સાથે પ્રત્યક્ષદર્શી અંકુર ઠક્કરે ખાસ વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે મારી સામે જ બે વિદ્યાર્થિનીઓ સ્કૂલ વાનમાથી નીચે પટકાઈ હતી. સ્કૂલવાન સોસાયટીમાંથી જતી હોવાના કારણે મોટો અકસ્માત ટળ્યો હતો.