અલ્કેશ રાવ/બનાસકાંઠા :ભારતમાં હાલ જેટલા પણ કોરોનાના કેસ (corona virus) છે, જેમાં સૌથી વધુ વિદેશથી આવેલા લોકો છે. આવામાં વિદેશી નાગરિકોથી અને વિદેશથી આવેલા લોકોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. ત્યારે કોરોનાના કહેર વચ્ચે વિદેશી પ્રવાસી બનાસકાંઠાના સરહદી સુઇગામ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં આવતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. સ્પેનથી વિઝીટર વિઝા પર આવેલી બે વિદેશી મહિલાઓ બનાસકાંઠાના પ્રવાસે આવી હતી. 24 જાન્યુઆરીના રોજ ભારતના પ્રવાસે પરિભ્રમણ કરતાં સુઇગામના મોરવાડા ગામમાં આ વિદેશી મહિલાઓ આવી પહોંચી હતી. બંન્ને વિદેશી મહિલાઓ મોરવાડા ખાતે વેરાઈ માતાજીના મંદિરે રાત્રિ રોકાણ કર્યું હતું. ત્યારે વિદેશી મહિલાઓ ગામમાં બે દિવસ રોકાઈને જતી રહી હોવા છતાં આરોગ્ય તંત્ર અજાણ રહ્યું હતું. આવામાં હવે ગામલોકોમાં કોરોનાનો ડર વ્યાપી ગયો છે.


કોરોનાનો કહેર, ગુજરાતની 36 RTO કચેરીઓ માટે લેવાયો મોટો નિર્ણય  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠામાં 71 લોકો અંડર ઓબ્ઝર્વેશનમાં 
બનાસકાંઠા જિલ્લામાં હાલ વિદેશથી આવેલા 71 લોકોને અંડર ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. વિદેશથી આવેલા તમામ લોકોની આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તમામ લોકોને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકાયો છે. હાલ આરોગ્ય વિભાગ તમામ લોકોના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યું છે.


ગુજરાતમાં corona virusના દર્દીનો આંકડો 8 પર પહોંચ્યો, વડોદરામાં ત્રીજો પોઝીટિવ કેસ નોંધાયો


ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા ગુજરાતના મોટાભાગના શહેર-જિલ્લાઓમાં કલમ 14 લાગુ કરાઈ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લો પણ તેમાં બાકાત નથી. બનાસકાંઠામાં 144ની કલમ લાગુ કરાઈ છે. ચાર કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થવા ઉપર પ્રતિબંધ મૂકાયો છે. જિલ્લાભરમાં પાન-તમાકુની દુકાનો બંધ રાખવા જાહેરનામું બહાર પડાયું છે. જિલ્લા કલેક્ટટર દ્વારા આ મામલે પરિપત્ર બહાર પડાયો છે. જેમાં ટ્યુશન ક્લાસીસ પણ બંધ રાખવાના સૂચનો અપાયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...