India vs Pakistan: ઝી બ્યુરો/અમદાવાદ: શનિવારે ભારત પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો રમાવાનો છે. આ હાઈવોલ્ટેજ મેચને લઈને ધમકીઓ, ચિમકીઓના અનેક અહેવાલો સામે આવ્યા છે. ત્યારે અમદાવાદમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં લબરમુછિયાઓને ટિકિટનો સોદો કરવો ભારે પડ્યો છે. બે મિત્રો ટિકિટનો વહિવટ કરતા અન્ય શખ્સોએ અપહરણ કર્યું છે. જી હા.. આરોપીઓએ બોગસ ટિકિટ વેચતા હોવાનું બોલાવી વીડિયો ઉતાર્યો હતો. 13 લાખનું ફ્રોડ કર્યું છે તેમ બોલાવીને વીડિયો ઉતાર્યો હતો. ત્યારબાદ બે મિત્રોનું અપહરણ થયું છે, જેમાં આરોપીઓએ 5 લાખ માંગી 24 હજાર રૂપિયા પડાવ્યા છે. આ ઘટનામાં સેટેલાઈટ પોલીસે સગીર સહિત 4ની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત પાકિસ્તાન મેચ જોવા જતા પહેલાં તમારી ટીકીટ અસલી છે કે નકલી? આ રીતે ચકાસી લેજો


આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં 14 ઓક્ટોબર (શનિવાર)ના રોજ ભારત-પાકિસ્તાન મેચ રમાવાની છે, ત્યારે મેચની ટિકીટને લઈને બજાર ગરમ છે. આવી સ્થિતિમાં મેચની ટિકિટને લઈને અપહરણ કરવામાં આવ્યું હતું. મેચની ટિકિટનો વહિવટ કરવા જતા બે મિત્રોનું અપહરણ થયું છે. જેમાં આરોપીઓએ 13 લાખનું ફ્રોડ કર્યું છે તેમ બોલાવીને વીડિયો ઉતાર્યો હતો. આ વીડિયોના કારણે આરોપીઓએ બે મિત્રો પાસેથી પાંચ લાખ રૂપિયાની માંગણી કરી 24 હજાર રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સેટેલાઈટ પોલીસે સગીર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.


દંડવત થયા, ડબરૂ વગાડ્યું; પછી શંખ અને... પાર્વતી કુંડમાં શિવભક્તિમાં લીન થયા PM Modi


ઉલ્લેખનીય છે કે, મેચની ટિકિટની બેફામ કાળાબજારી પણ શરૂ થઇ ગઇ છે. અમદાવાદમાં પોલીસે મેચની 200થી વધુ નકલી ટિકિટ છાપીને ચાહકોને લાખો રૂપિયામાં વેચવા બદલ 4 લોકોની ધરપકડ કરી છે. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ચાર આરોપીઓમાંથી ત્રણની ઉંમર 18 વર્ષ છે જ્યારે ચોથો 21 વર્ષનો છે. 


INDvsPAK: ટીમનું આગમન! અમદાવાદમાં ક્યાં રોકાયા છે કોહલી, રોહિત, શુભમન સહિતના ખેલાડીઓ


અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિકના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ પહેલા મેચની અસલ ટિકિટ ખરીદી હતી અને પછી તે ઓરિજિનલ ટિકિટની સ્કેન કોપી ફોટોશોપ સોફ્ટવેરનો ઉપયોગ કરીને એક આરોપીની દુકાન પર એડિટ કરી હતી. આમ અંદાજે 200 નકલી ટિકિટો છાપી હતી.


સરકારી કર્મચારીઓની બલ્લે બલ્લે! 27,312 રૂ. વધશે પગાર, મોદી સરકાર આપી રહી છે ખુશખબર


ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન મેચની બે હજારની ટિકિટ 20 હજાર રૂપિયામાં અને 10 હજારની ટિકિટ એક લાખ રૂપિયા સુધી વેચાઈ રહી છે. સોશલ મીડિયા પર કેટલાક લોકોએ બનાવટી ટિકિટો વેચીને લોકોને છેતરવાના પ્રયાસો શરૂ કર્યા હતા.