ACB એ છટકું ગોઠવીને GST ના બે અધિકારીઓને લાંચ લેતા રંગે હાથે ઝડપ્યાં
રાજકોટની ACB ની ટીમ દ્વારા બે GST ના અધિકારીઓને સુરેન્દ્રનગરમાં જ 75 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટેક્સની ચોરી પકડવાની જવાબદારી જેમને સોંપવામાં આવી છે તેવા અધિકારીઓ જ લાંચ લેતા ઝડપાવાને કારણે ચકચાર મચી જવા પામી છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ફરિયાદી પાસે GST કામ અંગે બંન્ને અધિકારીઓએ લાંચ માંગી હતી. જો તેઓ 75 હજાર આપે તો કેસની પતાવટની બાંહેધરી પણ બંન્ને જીએસટીનાં અધિકારીઓએ આપી હતી.
રાજકોટ : રાજકોટની ACB ની ટીમ દ્વારા બે GST ના અધિકારીઓને સુરેન્દ્રનગરમાં જ 75 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટેક્સની ચોરી પકડવાની જવાબદારી જેમને સોંપવામાં આવી છે તેવા અધિકારીઓ જ લાંચ લેતા ઝડપાવાને કારણે ચકચાર મચી જવા પામી છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ફરિયાદી પાસે GST કામ અંગે બંન્ને અધિકારીઓએ લાંચ માંગી હતી. જો તેઓ 75 હજાર આપે તો કેસની પતાવટની બાંહેધરી પણ બંન્ને જીએસટીનાં અધિકારીઓએ આપી હતી.
હાર્દિક ફરી થશે જેલભેગો? સેશન્સ કોર્ટનો કડક નિર્ણય
જો કે ફરિયાદીએ આ અંગે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ને જાણ કરી હતી. એસીબી દ્વારા તેની ફરિયાદ લઇને છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં બંન્ને અધિકારીઓને લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યા હતા. હાલ તો બંન્ને અધિકારીઓની ધરપકડ કરીને બંન્ને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ટેક્સ અધિકારીઓ દ્વારા સપાટો બોલાવવામાં આવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube